(એજન્સી) તેલ અવીવ, તા.૬
દક્ષિણ ગાઝામાં આવેલા ખાન યુનિસના માનવ વસાહતના સેફ ઝોન પર હુમલા કરવામાં આવી રહ્યા હોવાનું ઇઝરાયેલના લશ્કરે કબૂલ કર્યું છે. જે વિસ્થાપિત નાગરિકો માટે અલ-મવાસી વિસ્તારમાં આશરો આપવા માટે ટેન્ટ ઉભા કરવામાં આવ્યા હતા તેનો નાશ કરવામાં આવ્યો હોવાનું ઇઝરાયેલ આર્મીએ કબૂલ કર્યું છે. ઇઝરાયેલી આર્મીના એક નિવેદનમાં જણાવ્યું હતું કે ખાન યુનિસના માનવ વસાહત સેફ ઝોન વિસ્તારમાંથી લડાવું સંગઠન હમાસના કાર્યકરો કામગીરી કરી રહ્યા હોવાથી ત્યાં હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. લશ્કરી ગુપ્તચર માહિતી મળ્યા બાદ હુમલા કરવામાં આવ્યા હતા જેમાં હમાસના આંતરિક સુરક્ષા દળના સિનિયર કમાન્ડર ઓસામા ઘનીમનું મોત થયું હતું તેઓ દાવો ઇઝરાયેલે કર્યો છે. જોકે અલ-મવાસી ટેન્ટ પરના ઇઝરાયેલી હુમલાને કારણે ૨૩ જેટલી મહિલાઓ અને બાળકોના મોત થયા હતા તેવું તબીબી સૂત્રોએ જણાવ્યું હતું. માનવ અધિકાર જૂથોએ જણાવ્યું છે કે ઇઝરાયેલના લશ્કરને ખબર હતી કે નાગરિકો જે વિસ્થાપિત છે એમના માટેના આ તંબુ છે એ જાણતા હોવા છતાં જાણી જોઈને નાગરિકોને નિશાન બનાવીને બોમ્બવર્ષા કરવામાં આવી હતી.