
(એજન્સી) તા.૭
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ શનિવારે કહ્યું કે, ઈઝરાયેલના હુમલા બાદ ગાઝાની સૌથી મોટી હોસ્પિટલ રાખમાં ફેરવાઈ ગઈ છે, જ્યાં અનેક મૃતદેહો પડ્યા છે.
ઇઝરાયેલના સુરક્ષા દળો બે અઠવાડિયાના સૈન્ય ઓપરેશન પછી ગાઝા શહેરની અલ-શિફા હોસ્પિટલમાંથી બહાર નીકળી ગયા હતા. ઉર્ૐં મિશન આખરે શુક્રવારે આ હોસ્પિટલમાં દાખલ થવામાં સક્ષમ બન્યું હતું, જે માર્ચથી ત્યાં જવા માંગતો હતો. વિશ્વ આરોગ્ય સંસ્થાના ચીફે ટિ્વટ કરીને આ હોસ્પિટલની સ્થિતિ વિશે જાણકારી આપી છે.
ટેડ્રોસ એડહાનોમ ઘેબ્રેયસસે ટિ્વટર પર ટિ્વટ કર્યું કે, WHO અને તેના ભાગીદારો અલ-શિફા સુધી પહોંચવામાં સફળ થયા, જે એક સમયે ગાઝાની આરોગ્ય પ્રણાલીની કરોડરજ્જુ હતી. ‘તાજેતરના ઘેરાબંધી પછી તે માનવ કબરો સાથેનો ખાલી શેલ છે.’ તેમણે કહ્યું કે, તેમની ટીમને ‘આ મિશન દરમિયાન ઓછામાં ઓછા પાંચ મૃતદેહો મળ્યા.’ વિશ્વ આરોગ્ય સંસ્થાના વડાએ કહ્યું છે કે, ‘તેમને જાણવા મળ્યું છે કે, સંકુલની મોટાભાગની ઇમારતો ખરાબ રીતે નાશ પામી છે અને મોટાભાગનો સામાન કાં તો નાશ પામ્યો છે અથવા તો રાખ થઈ ગયો છે.’