ગાઝામાં ઇઝરાયેલી દળોએ ૧૧૫ પેલેસ્ટીનીઓને મારી નાખ્યા, જ્યારે ૧૯ લોકો ભૂખમરાથી મૃત્યુ પામ્યા

(એજન્સી)                                                                                                   તા.૨૧
ઇઝરાયેલી દળોએ ગાઝામાં ૧૧૫ પેલેસ્ટીનીયનોને મારી નાખ્યા છે, જેમાં ઉત્તરમાં ઝિકિમ ક્રોસિંગ અને દક્ષિણમાં રફાહ અને ખાન યુનિસ ખાતે સહાય કેન્દ્રો પર ખોરાક મેળવવાનો પ્રયાસ કરતી વખતે ગોળી મારવામાં આવેલા ૯૨ લોકોનો સમાવેશ થાય છે.
ગાઝા પર ઇઝરાયેલના ચાલુ ઘેરાબંધી હેઠળ ભૂખમરો વધુ વણસી ગયો હોવાના કારણે રવિવારે આ હત્યાઓ થઈ હતી, આરોગ્ય અધિકારીઓએ પાછલા દિવસે ભૂખમરાથી ૧૯ મૃત્યુની જાહેરાત કરી.તબીબી સૂત્રોના જણાવ્યા અનુસાર, ઇઝરાયેલી દળોએ ઝિકિમમાં ૭૯ પેલેસ્ટીનીયનોને ગોળી મારી દીધી હતી કારણ કે, મોટી સંખ્યામાં લોકો સંયુક્ત રાષ્ટ્રના સહાયતા કાફલામાંથી લોટ મેળવવાની આશામાં ત્યાં એકઠા થયા હતા. રાફાહમાં એક સહાય કેન્દ્ર નજીક નવ વધુ લોકો મૃત્યુ પામ્યા, જ્યાં માત્ર ૨૪ કલાક પહેલા જ ૩૬ લોકો મૃત્યુ પામ્યા હતા. પેલેસ્ટિનિયન સિવિલ ડિફેન્સ અનુસાર, ખાન યુનુસમાં અન્ય સહાય કેન્દ્ર નજીક ચાર વધુ મૃત્યુ પામ્યા. ઝિકિમમાં હુમલામાં બચી ગયેલા પેલેસ્ટીનીયન રિઝેક બેટારે એક યુવાન પીડિતને હોસ્પિટલમાં લઈ જવામાં મદદ કરી હતી. બેટારે જણાવ્યું કે, ‘અમે આ યુવકને જમીન પર પડેલો જોયો અને અમે તેને સાયકલ પર ઉપાડ્યો. અમે તેને મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. પરંતુ કંઈ નથી,’ ‘ત્યાં કોઈ એમ્બ્યુલન્સ નથી, ખોરાક નથી, જીવન નથી, જીવવાનો કોઈ રસ્તો નથી. અમે માંડ જીવિત છીએ.’અન્ય બચી ગયેલા, ઓસામા મારૂફે પણ એક વૃદ્ધ માણસને લઈ જવામાં મદદ કરી જે બંદૂકની ગોળીથી ઘાયલ થયો હતો. મારૂફે જણાવ્યું કે, ‘અમે આ વૃદ્ધને ઝીકિમથી લાવ્યા છીએ. તે લોટ લેવા ગયો હતો, મેં તેને મારી સાયકલ પર સાચવવાનો પ્રયાસ કર્યો-મને હવે લોટની પણ જરૂર નથી, તે મારા પિતા જેવા છે, આ વૃદ્ધ માણસ. ઉપરવાળો મને સારા કાર્યો કરવાની શક્તિ આપે. અને આ દુઃખ લાંબો સમય ન રહે.’
 

]]>

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks