ગાઝામાં ઇઝરાયેલી નીતિઓની ટીકા કરવા બદલ સંયુક્ત રાષ્ટ્રના અધિકારીએ પોતાની નોકરી ગુમાવી

 

(એજન્સી) તા.૨
સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠન (FAO)ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, ગાઝામાં ઇઝરાયેલની નીતિઓની ટીકા કરવાને કારણે તેમણે પોતાની નોકરી ગુમાવવી પડી હતી, જ્યારે સંસ્થાના મહાનિર્દેશકે કર્મચારીઓને સંસ્થાની અંદર માનવ અધિકારો સંબંધિત અભિયાનોમાં સામેલ થવા સામે ચેતવણી આપી હતી. FAOના ‘ગ્રામીણ પરિવર્તન અને લિંગ સમાનતા વિભાગ’ના નિયામક બેન ડેવિસે બુધવારે એક મીડિયા નિવેદનમાં જણાવ્યું હતું કે, તેમને જુલાઈમાં જાણ કરવામાં આવી હતી કે, સંસ્થામાં ૨૬ વર્ષની સેવા બાદ તેમનો કરાર (કોન્ટ્રાક્ટ) લંબાવવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે, આ નિર્ણય પાછળ તટસ્થતા અંગેના નિયમોના ઉલ્લંઘનનો મુદ્દો કારણભૂત હોવાનું જણાવાયું હતું. રોમમાં FAOના મુખ્ય મથક ખાતે કર્મચારીઓ દ્વારા આયોજિત સાપ્તાહિક મૌન સભાઓનો ઉલ્લેખ કરતા ડેવિસે કહ્યું, ‘તેમણે મારા પર આરોપ મૂક્યો કે મેં ગાઝામાં ભૂખમરો અને દુષ્કાળની સ્થિતિના વિરોધમાં આ મૌન પ્રદર્શનો (silent vigils)નું આયોજન કર્યું હતું.’ ડેવિસે જણાવ્યું હતું કે, મે મહિનામાં પ્રકાશિત થયેલા, ગાઝામાં ખોરાકની ઉપલબ્ધતા અને માનવતાવાદી કાયદા અંગેના અહેવાલને તૈયાર કરવામાં મદદ કરવા બદલ પણ તેમની ટીકા કરવામાં આવી હતી. તેમણે કહ્યું, ‘અમને તે અહેવાલ પાછો ખેંચવા માટે કહેવામાં આવ્યું હતું. અમને માનવતાવાદી કાયદાનો ઉલ્લેખ કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી.’ અલગથી હ્લર્છંના મહાનિર્દેશક કુ ડોંગ્યુએ મંગળવારે કર્મચારીઓને સંસ્થાની અંદર માનવ અધિકારો પર કેન્દ્રિત પ્રવૃત્તિઓ અથવા અભિયાનોમાં સામેલ થવા સામે ચેતવણી આપી હતી. કુએ જંગલો અંગેના એક વીડિયો સત્રની શરૂઆતમાં જાહેર સંબોધન દરમિયાન આ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું, ‘માનવ અધિકારો ચોક્કસપણે ખૂબ મહત્ત્વપૂર્ણ છે પરંતુ જિનીવામાં માનવ અધિકારો માટેની સંસ્થા આવેલી છે. જે કોઈને આ બાબતે ચિંતા હોય તેમણે ત્યાં જવું જોઈએ.’

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks