ગાઝામાં ઇઝરાયેલી હવાઈ હુમલામાં વધુ ૩૬ પેલેસ્ટીનીઓનાં મોત

(એજન્સી)                             તા.૭
યુદ્ધગ્રસ્ત ગાઝા પટ્ટીમાં રવિવારે ઇઝરાયેલી હવાઈ હુમલામાં ૩૬ પેલેસ્ટીની મૃત્યુ પામ્યા છે અને અન્ય ઘણા ઘાયલ થયા છે.  ગાઝા સિટીના પૂર્વમાં અલ-નખિલ સ્ટ્રીટ પર ઇઝરાયેલી આર્ટિલરીએ ગોળીબાર કર્યો ત્યારે આઠ બાળકો સહિત દસ લોકો મૃત્યુ પામ્યા અને ઘણા ઘાયલ થયા, એમ એક તબીબી સૂત્રએ જણાવ્યું હતું. ઇઝરાયેલના હવાઈ હુમલામાં મધ્ય શહેર દેર અલ-બાલાહમાં પણ પાંચ લોકો મૃત્યુ પામ્યા. અન્ય એક તબીબી સ્ત્રોતે જણાવ્યું  કે ગાઝા સિટીના પૂર્વમાં શુજૈયા વિસ્તારને નિશાન બનાવતા હવાઈ હુમલામાં ત્રણ લોકો મૃત્યુ પામ્યા છે. તેમણે  કે તે જ શહેરના ઝેઈટૌન વિસ્તારમાં ઈઝરાયલી ફાઈટર પ્લેન્સે આઈન જાલુત સ્કૂલ પાસે એક ઘર પર હુમલો કર્યો ત્યારે વધુ બે લોકો મૃત્યુ પામ્યા અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા. સૂત્રએ જણાવ્યું કે ઉત્તરી ગાઝા પટ્ટીના જબાલિયાના સલામ વિસ્તારમાં આર્ટિલરી ગોળીબારમાં વધુ ચાર લોકો મૃત્યુ પામ્યા. મધ્ય ગાઝાના જાવિદા વિસ્તારમાં વિસ્થાપન શિબિર પર ડ્રોન હુમલામાં અન્ય એક પેલેસ્ટીનીનું મૃત્યુ થયું હતું અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા, એમ તબીબોએ જણાવ્યું હતું. અન્ય તબીબી સ્ત્રોતે જણાવ્યું  કે યુદ્ધ વિમાનોએ દક્ષિણ શહેર ખાન યુનુસમાં પણ એક ઘર પર હુમલો કર્યો હતો, જેમાં આઠ લોકો મૃત્યુ પામ્યા. દક્ષિણ ખાન યુનુસના કિઝાન રસવાન વિસ્તારમાં નાગરિકોના જૂથને નિશાન બનાવતા અન્ય એક હુમલામાં અન્ય એક પેલેસ્ટીનીનું મોત થયું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks