ગાઝામાં ઈઝરાયેલના હવાઈ હુમલામાં ૧પનાં મોત, સહાય લેવા માટે રાહ જોઈ રહેલા પેલેસ્ટીનીઓ પર સીધો ગોળીબાર કરાતા વધુ ર૦નાં મોત

હમાસે જાહેર કર્યું કે ઈજિપ્ત અને કતારના મધ્યસ્થી તરફથી આવેલી સૂચીત યુદ્ધવિરામની દરખાસ્તો અંગે અમે અન્ય પેલેસ્ટીની જૂથો સાથે ચર્ચા કરી રહ્યા છે

(એજન્સી)                                                   ગાઝા,તા.૪
ગાઝા પર વહેલી સવારે શુક્રવારે ઈઝરાયેલના હવાઈ આક્રમણમાં ૧પ પેલેસ્ટીની નાગરિકોના મૃત્યુ થયા હતા. જયારે અનાજની સહાય લેવા માટે રાહ જોઈ રહેલા લોકો પર બેફામ ગોળીબાર કરવામાં આવતા ર૦ નાગરિકો માર્યા ગયા હતા તેમ એપીનો અહેવાલ જણાવે છે.હવાઈ આક્રમણમાં દક્ષિણ વિસ્તારની એક ઈમારતમાં રહેતા પરિવારની આઠ મહિલાઓ અને એક બાળકનું મૃત્યુ થયું હતું. એ પછી ખોરાક માટે પૂરવઠો લઈને આવતા ટ્રકની રાહ જોઈને ઉભા રહેલા લોકો પર ગોળીબાર કરીને ર૦ની હત્યા કરી નાખવામાં આવી હતી. યુદ્ધવિરામના પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે મુખ્ય લોકોનો હત્યાકાંડ ચાલુ રહ્યો છે હમાસે જણાવ્યું હતું કે યુદ્ધવિરામ માટે ઈજિપ્ત અને કતારના ડેલિગેશન તરફથી મળેલી દરખાસ્તો અંગે અન્ય પેલેસ્ટીનીઓ જૂથો સાથે ચર્ચા ચાલી રહી છે. ગાઝાના આરોગ્ય વિભાગે જાહેર કર્યું છે કે ઈઝરાયેલના આક્રમણમાં અત્યાર સુધીમાં પ૭ હજાર જેટલા પેલેસ્ટીની નાગરિકો મૃત્યુ પામ્યા છે. મરનારમાં અડધાથી વધુ બાળકો અને મહિલાઓ છે.

]]>

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks