ગાઝામાં વધુ ૩ર પેલેસ્ટીનીઓનાં મોતમૃતકોની સંખ્યા ૩૩,ર૦૦ને પાર

(એજન્સી) તા.૯
આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે ગાઝાપટ્ટીમાં ઈઝરાયેલી હુમલાઓમાં ૩ર પેલેસ્ટીની મૃત્યુ પામ્યા, જેનાથી પાછલા ઓકટોબરથી મૃતકોની સંખ્યા વધીને ૩૩,ર૦૭ થઈ ગઈ છે. મંત્રાલયના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ઘાતક હુમલામાં ૭પ,૯૩૩ અન્ય લોકો ઘાયલ થયા છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, અનેક લોકો અત્યારે પણ કાટમાળ અને રસ્તાઓ પર ફસાયેલા છે કારણ કે બચાવ કર્મચારી તેમની સુધી પહોંચવામાં અસમર્થ છે. ૭ ઓકટોબર ર૦ર૩એ પેલેસ્ટીની સમુહ હમાસ દ્વારા સીમા પારથી કરવામાં આવેલા હુમલા પછીથી ઈઝરાયેલે ગાઝાપટ્ટી પર હુમલો કર્યો છે, જેમાં લગભગ ૧,ર૦૦ લોકો મૃત્યુ પામ્યા હતા. સંયુક્ત રાષ્ટ્ર મુજબ ગાઝા પર ઈઝરાયેલી યુદ્ધે ભોજન સ્વચ્છ પાણી અને દવાની ભારે અછતની વચ્ચે ક્ષેત્રની ૮પ ટકા વસ્તીને આંતરિક વિસ્થાપનમાં ધકેલી દીધી છે, જયારે એન્કલેવનું ૬૦ ટકા માળખુ નુકસાન પામ્યું છે. ઈઝરાયેલ આંતરરાષ્ટ્રીય ન્યાયાલયમાં નરસંહારનો આરોપી છે, જેણે જાન્યુઆરીમાં એક વચગાળાના નિર્ણયમાં તેલ અવિવને નરસંહાર કૃત્યોને રોકવા અને ગાઝામાં નાગરિકોને માનવીય સહાય આપવાની ગેરંટી આપવા માટે ઉપાય કરવાનો આદેશ આપ્યો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts