ગાઝામાં શું થઈ રહ્યું છે તેનું સત્ય જણાવવાનુંતુર્કી ચાલુ રાખશે : રાષ્ટ્રપતિ એર્દોગન

(એજન્સી) તા.૧૯
ગુરૂવારે તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને ગાઝામાં શું થઈ રહ્યું છે તે વિશે સત્ય કહેવા અને ‘ન્યાય મળે’ તેની ખાતરી કરવા માટે દેશના દૃઢ નિર્ધાર પર ભાર મૂક્યો.રાજધાની અંકારામાં એક સંસ્કૃતિ અને કલા પુરસ્કાર સમારોહમાં પોતાના ભાષણમાં, એર્દોગને જણાવ્યું કે, ‘ગાઝામાં શું થઈ રહ્યું છે તે ભૂલી ન જાય અને ન્યાય મળે તે સુનિશ્ચિત કરવા માટે તુર્કી દરેક મોરચે દૃઢતાથી લડવાનું ચાલુ રાખશે.’તેમણે ઉમેર્યું કે, ‘સત્ય કહેવા માટે પ્રતિબદ્ધ દેશ અને સરકાર તરીકે, તુર્કી પેલેસ્ટીની લોકોની સાથે ‘અટલ અને અડગ’ રીતે ઊભું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts