ગાઝામાં સ્પોર્ટસ ક્લબ પર ઈઝરાયેલના ડ્રોન હુમલામાં ૧૦ પેલેસ્ટીનીઓનાં મોત

(એજન્સી) તા.૩૧
એનાદોલુના અહેવાલોના જણાવ્યા અનુસાર, ગઈકાલે ગાઝા સિટીમાં સ્પોટ્‌ર્સ ક્લબને નિશાન બનાવતા ઇઝરાયલી ડ્રોન હુમલામાં ઓછામાં ઓછા ૧૦ પેલેસ્ટીની માર્યા ગયા હતા. સત્તાવાર પેલેસ્ટીની ન્યૂઝ એજન્સી વફાએ અહેવાલ આપ્યો હતો કે, ‘ગાઝા સિટીની પૂર્વમાં સ્થિત અલ-શુજૈયા સ્પોટ્‌ર્સ ક્લબના પરિસરને નિશાન બનાવતા ઇઝરાયેલી ગોળીબારમાં દસ પેલેસ્ટીની નાગરિકો માર્યા ગયા હતા અને ૩૦ અન્ય ઘાયલ થયા હતા.’ ત્યાં કરવામાં આવેલ એક અલગ હુમલામાં ગાઝા શહેરની પૂર્વમાં, ગાઝા ઈન્ડસ્ટ્રીયલ ઝોનને નિશાન બનાવતા ઈઝરાયેલી બોમ્બ ધડાકામાં ઓછામાં ઓછા પાંચ પેલેસ્ટીની માર્યા ગયા અને અન્ય ૨૦ લોકો ઘાયલ થયા હતા. એજન્સીએ ઉમેર્યું હતું કે, ઇઝરાયેલી દળોએ દક્ષિણ ગાઝા પટ્ટીમાં ખાન યુનિસ શહેરના દક્ષિણપશ્ચિમ વિસ્તારો પર આર્ટિલરી(તોપખાના) સાથે બોમ્બમારો પણ કર્યો હતો. ઑક્ટોબર ૭ના રોજ હમાસની આગેવાની હેઠળના ક્રોસ બોર્ડર હુમલાથી ઇઝરાયેલે ગાઝા પર ઘાતક લશ્કરી આક્રમણ કર્યું હતું જેમાં લગભગ ૧,૨૦૦ ઇઝરાયેલીઓ માર્યા ગયા હતા. ગાઝામાં ૩૨,૬૦૦થી વધુ પેલેસ્ટીનીઓ માર્યા ગયા છે, જેમાં મોટે ભાગે સ્ત્રીઓ અને બાળકો હતાં. આ ઉપરાંત સામૂહિક વિનાશ, વિસ્થાપન અને દુષ્કાળની પરિસ્થિતિનું કારણ બન્યુ છે. ઇઝરાયેલ પર આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલત (ૈંઝ્રત્ન)માં નરસંહારનો આરોપ છે, જેણે જાન્યુઆરીમાં વચગાળાના ચુકાદામાં તેલ અવીવને નરસંહારના કૃત્યો રોકવા અને ગાઝામાં નાગરિકોને માનવતાવાદી સહાય પૂરી પાડવામાં આવે તેની ખાતરી કરવા પગલાં લેવાનો આદેશ આપ્યો હતો. તેના આદેશમાં, ૈંઝ્રત્નએ ઇઝરાયેલને ખોરાક, પાણી, બળતણ અને તબીબી પુરવઠો સહિતની મૂળભૂત સેવાઓ અને માનવતાવાદી સહાયની ‘અવિરોધિત જોગવાઈ’ સુનિશ્ચિત કરવા ‘વિલંબ કર્યા વિના’ પગલાં લેવા હાકલ કરી હતી. વિશ્વ અદાલતે કહ્યું, ‘ગાઝામાં પેલેસ્ટિનિયનો હવે માત્ર દુષ્કાળના જોખમનો સામનો કરી રહ્યા નથી પરંતુ તે દુષ્કાળ હવે શરૂ થઈ રહ્યો છે.’

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts