
(એજન્સી) તા.૯
પેલેસ્ટીન શરણાર્થીઓ માટે સંયુકત રાષ્ટ્ર રાહત અને કાર્ય એજન્સીએ જણાવ્યું કે ગાઝા પર યુદ્ધ શરૂ થયા પછીથી ૧.૭ મિલિયનથી વધુ પેલેસ્ટીનીઓને પોતાના ઘરોમાંથી ભાગવા માટે વિવશ થવું પડ્યું છે. એક્સ પર એક પોસ્ટમાં સંયુકત રાષ્ટ્ર નિગમે જણાવ્યું કે કયારેય સમાપ્ત ના થનારા વિસ્થાપનના મહિના લગભગ ૧૭ લાખ લોકો પોતાનું ઘર છોડીને ભાગવા માટે વિવશ થઈ ગયા છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે યુદ્ધની શરૂઆત પછીથી UNRWA સુવિધાઓને તે હજારો પરિવારો માટે ઈમરજન્સી આશ્રય આપવા માટે બદલી દેવામાં આવ્યું છે. જે કયાંય જવા માટે સુરક્ષિત નથી. સંયુકત રાષ્ટ્ર સમર્થિત રિપોર્ટમાં ઉતરી ગાઝામાં અપેક્ષિત દુષ્કાળની ચેતવણી આપવામાં આવી હતી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે પેલેસ્ટીની ક્ષેત્રોમાં ભૂખના વિનાશકારી સ્તરનો સામનો કરનારા લોકોની સંખ્યા પાછલા ડિસેમ્બરથી લગભગ બે ગણી થઈ ગઈ છે.