(એજન્સી) તા.૨૬
૭ ઓક્ટોબર, ૨૦૨૩થી ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલની નિર્દયતા વિશે ઘણું કહેવામાં આવ્યું છે, પરંતુ વિશ્વ આ ૨૧મી સદીની દુર્ઘટનાને સમાપ્ત કરવામાં અસમર્થ સાબિત થયું છે. ગાઝાની દુર્ઘટના દર્શાવે છે કે બેન્જામિન નેતાન્યાહુ જેવા લોહિયાળ શાસકો સામે વિશ્વ ભયંકર રીતે લાચાર છે. તે કારણ વગર નથી કે કેટલાક લોકો કહે છે કે વિશ્વ જંગલ જેવું છે. ઇઝરાયેલે માત્ર ૨૩ લાખ પેલેસ્ટીની ગાઝાના લોકોને જ પાંજરામાં જ રાખ્યા નથી, તે તેમની સામે અકથ્ય અત્યાચાર પણ કરી રહ્યું છે. ઇઝરાયેલે ગાઝામાં પેલેસ્ટીનીઓ પર વધુ કેટલા અત્યાચારો કરવા જોઈએ જેથી વિશ્વને સમજાય કે ઇઝરાયેલના ગુનાહિત શાસકો વિશ્વ માટે કલંકરૂપ છે, જેમના કાર્યોથી ઉગ્રવાદને જન્મ મળે છે ? બહુ ઓછા ઈતિહાસકારો કે સામાન્ય લોકોએ વિચાર્યું હશે કે રાડોવન કરાડિ્ઝક જેવા ખૂનીઓ કે સ્લોબોદાન મિલોસેવિક કે એડોલ્ફ હિટલર જેવા અન્ય દુષ્ટ લોકોને હવે યુદ્ધ ગુનાઓ કે માનવતા વિરૂદ્ધના ગુનાઓ કરવાની તક નહીં મળે. પરંતુ હવે તેઓ જોઈ રહ્યા છે કે નેતાન્યાહુના દળો નિર્ભયપણે નિર્દોષ લોકોને વિશ્વની સામે કાટમાળ નીચે દફનાવે છે. નેતાન્યાહુ અને તેના સાથીદારો, જેમ કે ઇઝરાયેલ કાત્ઝ, માત્ર ગાઝાની કતલ કરીને સંતુષ્ટ નથી. તેઓ સામૂહિક રીતે તેમને ભૂખે મરાવી રહ્યા છે. પેલેસ્ટીની શરણાર્થીઓ માટે સંયુક્ત રાષ્ટ્રની એજન્સી (UNRWA)ના વડા, ફિલિપ લાઝારિનીએ ઠ પર જણાવ્યું કે, ‘ગાઝા નિરાશાની ભૂમિ બની ગયું છે.’ તેમણે જણાવ્યું કે, ભૂખ ફેલાઈ રહી છે અને ઊંડી થઈ રહી છે, તે ઇરાદાપૂર્વક અને માનવસર્જિત છે. સામૂહિક સજા એ યુદ્ધ અપરાધનું નક્કર ઉદાહરણ છે. ‘ગાઝામાં ૫૧ દિવસથી કોઈ માનવતાવાદી સહાય નથી,’ યુએસ સેનેટર સેન્ડર્સે સોમવારે એક્સ પર જણાવ્યું હતું. તેમણે કાત્ઝના અગાઉના નિવેદનને ટાંક્યું કે ‘કોઈ માનવતાવાદી સહાય ગાઝા સુધી પહોંચશે નહીં’ ‘યુદ્ધ અપરાધ’ના પુરાવા તરીકે. ગાઝામાં નરસંહાર કરવા માટે મુક્ત હાથ આપવા માટે વિશ્વએ નેતાન્યાહુ, કાત્ઝ, યોવ ગેલન્ટ અને અન્યોને જવાબદાર ઠેરવવા જોઈએ. ગાઝામાં થયેલા નરસંહારને રોકવા માટે પૂરતું કામ ન કરવા માટે વિશ્વના નેતાઓ આડકતરી રીતે જવાબદાર છે. ગાઝામાં વંશીય સફાઇને રોકવા માટે પૂરતી ઇચ્છાશક્તિનો અભાવ વિશ્વમાં અન્ય યુદ્ધ ગુનેગારો પેદા કરી શકે છે.