(એજન્સી) તા.૨
ગાઝામાં ઈઝરાયેલી સેનાના સતત નરસંહાર અભિયાન વચ્ચે ઓગસ્ટમાં બ્રિટનથી ઈઝરાયેલમાં કુલ ૧૧૦,૦૦૦ ગોળીઓ મોકલવામાં આવી હતી. આશરે ૨૦,૦૦૦ પાઉન્ડ (લગભગ ૨૭,૦૦૦ ડોલર)ની કિંમતની આ શિપમેન્ટ, ઇઝરાયેલમાં બ્રિટિશ શસ્ત્રોની નિકાસમાં વ્યાપક વધારાનો એક ભાગ છે, જે આ ઓગસ્ટમાં કુલ શિપમેન્ટને ૧૫૦,૦૦૦ પાઉન્ડથી વધુ સુધી પહોંચાડે છે – જે જાન્યુઆરી ૨૦૨૨ પછીનો બીજો સૌથી વધુ માસિક કુલ છે. અહેવાલ મુજબ, એક શિપમેન્ટ દ્વારા પ્રાપ્ત વસ્તુઓને ઇઝરાયેલની કસ્ટમ કોડબુક હેઠળ “બુલેટ” તરીકે વર્ગીકૃત કરવામાં આવી હતી. તે મહિને અન્ય શિપમેન્ટમાં “ટેન્ક” માટેના ભાગો, “શોટગન અથવા રાઇફલ્સ” માટેના ભાગો અને મિસાઇલો, વિસ્ફોટકો અને દારૂગોળો આવરી લેતી વ્યાપક “અન્ય” શ્રેણીનો સમાવેશ થતો હતો. અહેવાલ જણાવે છે કે, “ઇઝરાયેલ ટેક્સ ઓથોરિટી ડેટાનું અમારું વિશ્લેષણ દર્શાવે છે કે લગભગ ફ્ર૪૦૦,૦૦૦ મૂલ્યના શસ્ત્રો યુકેથી આવ્યા અને જૂન ૨૦૨૫માં ઇઝરાયેલી કસ્ટમ્સમાંથી પસાર થયા હતા – ત્રણ વર્ષ કરતાં વધુ સમય પહેલા ઉપલબ્ધ રેકોડ્ર્સ શરૂ થયા પછી એક મહિનામાં સૌથી વધુ રકમ.” યુકે સરકારે સપ્ટેમ્બર ૨૦૨૪માં જાહેરાત કરી કે તેણે ઇઝરાયેલને શસ્ત્રોની નિકાસ કરવા માટેના ૨૯ લાયસન્સ સસ્પેન્ડ કર્યા છે કારણ કે તે માને છે કે તેનો ઉપયોગ “આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાના ગંભીર ઉલ્લંઘનમાં” થઈ શકે છે. લગભગ ૩૫૦ લાઇસન્સ હજી પણ સક્રિય છે, જેમાંથી ૧૬૦થી વધુ “લશ્કરી” તરીકે સૂચિબદ્ધ છે.