ગાઝા પટ્ટીમાં સહાય શોધનારાઓ, તંબુઓ, શાળામાં ફેરવાયેલા આશ્રયસ્થાનો પર ઇઝરાયેલી હુમલામાં ૬૪ લોકોનાં મોત

(એજન્સી)                      ગાઝા, તા.૬
તબીબી સૂત્રોના જણાવ્યા અનુસાર શનિવારે ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલી હુમલામાં ૬૪ લોકો મૃત્યુ પામ્યા છે અને ડઝનેક ઘાયલ થયા છે.
અલ-અવદા હોસ્પિટલે એક નિવેદનમાં જણાવ્યું કે, મધ્ય ગાઝામાં નુસેરાત શરણાર્થી શિબિર પર થયેલા હુમલામાં પાંચ બાળકો સહિત આઠ પેલેસ્ટીની મૃત્યુ પામ્યા છે અને ૧૮ અન્ય ઘાયલ થયા હતા. ગાઝા શહેરના અલ-રિમલ પડોશમાં અલ-સુલ્તાન વોટર ડિસેલિનેશન પ્લાન્ટને નિશાન બનાવતા અન્ય હુમલામાં ત્રણ વધુ લોકો મૃત્યુ પામ્યા અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા.ઇઝરાયેલી લડાકુ વિમાનોએ મધ્ય ગાઝાના અલ-જવૈદા શહેરમાં એક કાફે પર પણ હુમલો કયો, જેમાં છ લોકો મૃત્યુ પામ્યા, ડોક્ટરોએ જણાવ્યું હતું. ગાઝા સિટીના ઝિતૂન પડોશમાં એક શાળામાં આશ્રયસ્થાન પર ઇઝરાયેલી હુમલામાં સાત લોકો મૃત્યુ પામ્યા છે અને ઘણા ઘાયલ થયા છે. ઇઝરાયેલી સેનાએ આ જ પાડોશમાં એક પેલેસ્ટીની પરિવારના ઘરને નિશાન બનાવ્યું હતું, જેમાં વધુ ચાર લોકો મૃત્યુ પામ્યા છે. ગાઝા સિટી અને ઉત્તર ગાઝાના જબાલિયા અલ-બલાદમાં ઇઝરાયેલના વિવિધ હુમલાઓમાં એક મહિલા સહિત આઠ લોકો મૃત્યુ પામ્યા છે.

]]>

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks