
(એજન્સી) તા.૨
હમાસ સંચાલિત આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે ગાઝા પટ્ટી પર ચાલી રહેલા ઇઝરાયેલ હુમલામાં પેલેસ્ટીનીઓના મૃત્યુની સંખ્યા વધીને ૩૪,૫૬૮ થઈ ગઈ છે.
સમાચાર મુજબ ઇઝરાયલી દળોએ પાછલા ૨૪ કલાક દરમિયાન ૩૩ પેલેસ્ટીનીને મારી નાખ્યા છે અને અન્ય ૫૭ ઘાયલ થયા છે, જે ઇઝરાયેલ-હમાસ સંઘર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક ૩૪,૫૬૮ અને ઘાયસ ૭૭,૭૬૫ પર પહોંચી ગયો છે.
બુધવારે નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ઇઝરાયેલના સતત હુમલા અને બચાવ ટીમોની અછત વચ્ચે કેટલાક પીડિતો કાટમાળ નીચે દટાયેલા છે.
૭ ઑક્ટોબરના રોજ, ઇઝરાયેલે દક્ષિણ ઇઝરાયેલની સરહદ દ્વારા હમાસના ઘૂસણખોરીનો બદલો લેવા માટે ગાઝામાં હમાસ સામે એક વિશાળ આક્રમણ શરૂ કર્યું, જે દરમિયાન આશરે ૧,૨૦૦ લોકો મૃત્યુ પામ્યા અને ૨૦૦થી વધુને બંધક બનાવ્યા.
Facebook
0
Twitter
0