(એજન્સી) તા.૭
ઓકટોબર ૨૦૨૫માં યુદ્ધવિરામની જાહેરાત થયા પછી ૩૦૦ દિવસમાં ગાઝામાં ઓછામાં ઓછા ૩૦૦ પેલેસ્ટીની બાળકો માર્યા ગયા છે, ‘લશ્કરી કાર્યવાહી સ્થગિત કરવા અને માનવતાવાદી સહાય અને રાહતની સંપૂર્ણ પ્રવેશ’ માટેના કરાર છતાં, યુએન ચિલ્ડ્રન્સ ફંડ (યુનિસેફ)એ ગુરૂવારે જણાવ્યું હતું. ‘એક યુદ્ધવિરામ જેમાં દરરોજ સરેરાશ એક બાળકનું મૃત્યુ થાય છે તે બાળકો માટે નિષ્ફળ રહ્યું છે,’ યુનિસેફના મધ્ય-પૂર્વ અને ઉત્તર આફ્રિકાના પ્રાદેશિક નિર્દેશક, એડવર્ડ બેગબેડરે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, સેંકડો વધુ બાળકો ઘાયલ થયા છે, જેમાંથી ઘણા ગંભીર છે અને ‘ગાઝામાં બાળકો હજુ પણ જે હિંસાનું વચન આપવામાં આવ્યું હતું તેના અંતની રાહ જોઈ રહ્યા છે.’ બેગબેડરે કહ્યું હતું કે, તાજેતરના દિવસોમાં જારી કરાયેલા નિવેદનોમાં યુદ્ધવિરામના આગામી તબક્કા માટે એક રોડમેપની રૂપરેખા આપવામાં આવી છે, જેમાં દુશ્મનાવટનો અંત લાવવા અને માનવતાવાદી સહાયનો વિસ્તાર કરવા માટેના પગલાંનો સમાવેશ થાય છે. તેમણે ઉમેર્યું, ‘આ નવી આશા અને આખરે બાળકોને મારવામાં આવતા અટકાવવાની તક આપે છે.’યુનિસેના અધિકારીએ કહ્યું કે, બાળકોએ પહેલા વચનો સાંભળ્યા હતા, ઉમેર્યુંઃ ‘આ વખતે કરારો કાર્યમાં પરિવર્તિત થવા જોઈએ.’ એક અલગ નિવેદનમાં યુનિસેફેતમામ પક્ષોને આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદો અને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર કાયદા સહિત આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ તેમની જવાબદારીઓ પૂર્ણ કરવા હાકલ કરી. તેમણે તેમને બાળકોનું રક્ષણ કરવા, આરોગ્યસંભાળ, શિક્ષણ, સુરક્ષિત પાણી અને ખોરાક સહિત આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓની તેમની પહોંચ સુનિશ્ચિત કરવા અને માનવતાવાદી સહાય જરૂરિયાતમંદ બાળકો સુધી સુરક્ષિત રીતે, ઝડપથી અને અવરોધ વિના પહોંચવા દેવા વિનંતી કરી.