ગાઝા યુદ્ધ : ઈઝરાયેલી ડ્રોન દ્વારા ચાર પેલેસ્ટીનીઓની હત્યાકરતો વીડિયો સામે આવ્યો

(એજન્સી) તા.૨૩
ઈઝરાયલ અને ગાઝા વચ્ચે ઘણાં સમયથી યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે ઈઝરાયલ જેવો ક્રૂર દેશ પવિત્ર રમઝાન મહિનામાં પણ નિર્દોષ ગાઝાવાસીઓ અને પેલેસ્ટીની નાગરિકોની હત્યા કરતાં ચૂકી રહ્યો નથી. તાજેતરમાં અલ જઝીરા દ્વારા મેળવેલા ફૂટેજમાં એક ઇઝરાયેલી ડ્રોન ટ્રેકિંગ કર્યા બાદ ચાર પેલેસ્ટીની યુવાનો પણ હુમલો કરતો દેખાય છે. એક પછી એક હવાઇ હુમલા કરીને તે બધાના જીવ લઈ લે છે. આ દૃશ્યો જોઇને સૌ કોઈના હૃદય હચમચી ઊઠ્યા હતા. આ ઘટના જાન્યુઆરીની શરૂઆતમાં દક્ષિણ ગાઝાના એક શહેર ખાન યુનિસના અલ-સીકા વિસ્તારમાં બની હતી. આ ફૂટેજ જે ડ્રોન દ્વારા કેપ્ચર કરવામાં આવ્યું હતું અને ઇઝરાયેલી હવાઈ દળના કમાન્ડ સેન્ટર દ્વારા પૂરૂં પાડવામાં આવ્યું હતું તેમાં જોઇ શકાય છે કે ચાર પેલેસ્ટીનીઓ નિઃશસ્ત્ર જોવા મળી રહ્યા છે. તેમાં જોઈ શકાય છે કે ઈઝરાયલી આર્મીના વાહનો દ્વારા તેમને બુલડોઝ કરી દેવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે ઈઝરાયેલના હવાઈ હુમલાઓ અને ગ્રાઉન્ડ ઓપરેશન્સને કારણે ગાઝાના શહેરો જાણે કબ્રસ્તાનમાં ફેરવાઈ ગયા છે અને જ્યાં જુઓ ત્યાં ઈમારતો કાટમાળમાં ફેરવાઈ ગયેલી દેખાય છે. છેલ્લા ડિસેમ્બર મહિનાથી આવી ક્રૂરતાપૂર્વકની કાર્યવાહી ખાન યુનિસ વિસ્તારમાં ઈઝરાયલ દ્વારા કરવામાં આવી રહી છે. એક પછી એક મિસાઇલો દ્વારા કરાયેલા હુમલામાં ચારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. તેમાંથી એક તો ઘટનાસ્થળેથી અવર જવર કરતો દેખાઈ રહ્યો હતો તે સમયે ડ્રોન પાછો આવ્યો અને તેને પણ નિશાન બનાવી તેનો પણ જીવ લઈ લીધો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks