(એજન્સી) તા.૨૬
ગાઝા સિટીની પશ્ચિમે નાગરિકોના સમૂહને નિશાન બનાવીને ઈઝરાયેલી હવાઈ હુમલામાં આજે ઓછામાં ઓછા નવ પેલેસ્ટીની મૃત્યુ પામ્યા અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા. અલ-અહલી અરબ હોસ્પિટલના એક તબીબી સ્ત્રોતે જણાવ્યું કે હવાઈ હુમલા પછી ઘણા ઘાયલ પેલેસ્ટીનીઓ અને નવ લોકોના મૃતદેહોને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે હુમલામાં અલ-શાતી શરણાર્થી કેમ્પને નિશાન બનાવવામાં આવ્યો હતો. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવમાં તાત્કાલિક યુદ્ધવિરામની માગણી કરવામાં આવી હોવા છતાં, ઇઝરાયેલે ગયા વર્ષના ઓકટોબરથી ગાઝા પર તેના વિનાશક આક્રમણ ચાલુ રાખ્યું છે. સ્થાનિક આરોગ્ય અધિકારીઓના જણાવ્યાં અનુસાર, ત્યારથી ૪૨,૮૦૦થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે, જેમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો છે, અને ૧,૦૦,૫૦૦થી વધુ ઘાયલ થયા છે.
ગાઝા શહેરમાં નાગરિકો પર ઈઝરાયેલનાહવાઈ હુમલામાં નવ પેલેસ્ટીનીઓનાં મોત
