પેરિસ પેરાલિમ્પિક ૨૦૨૪માં ભારતનું શાનદાર પ્રદર્શન યથાવત્ દીપ્તિએ મહિલાઓની ૪૦૦ મીટર રેસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો
નવી દિલ્હી, તા.૪
જન્મ સમયે તેનું માથું ઘણું નાનું હતું, સાથે જ હોઠ અને નાક થોડા અસામાન્ય હતા. તેને ગામના લોકો ચીડવતા હતા. મેન્ટલ મંકી કહી નાકમાં દમ કરી દેતા હતા. તે ઘરે આવતા જ ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડતી હતી. નાની હતી, તેને સંભાળવાનો અમે પૂરો પ્રયાસ કરતા પણ બાળકી તો બાળકી હોય છે. લોકો અમને તેને અનાથાશ્રમ મોકલવા માટે કહેતા હતા. આજે તેણે પરદેશમાં પેરાલિમ્પિક મેડલ જીતતા જોવી એ સાબિત કરે છે કે, તે વાસ્તવમાં એક ખાસ છોકરી છે. આ સ્ટોરી દીપ્તિ જીવનજીની છે. આ વિશે તેની માતાએ આ વાતો જણાવી છે. પેરિસ પેરાલિમ્પિક ૨૦૨૪માં દુનિયાને બતાવી દીધું કે, જો દૃઢ ઇચ્છાશક્તિ હોય તો કંઈ પણ પ્રાપ્ત કરી શકાય છે. પડકારો છતાં એથ્લિટોએ સફળતાના શિખરો સર કર્યા છે. ભારતની દીપ્તિ જીવનજી તે પ્રેરણાદાયક એથ્લિટોમાંથી એક છે. જેની સફર પડકારોથી ભરેલી રહી છે પણ તેણે ક્યારેય હાર માની નથી. દીપ્તિ જીવનજીએ પેરિસ પેરાલિમ્પિક ૨૦૨૪માં મહિલાઓની ૪૦૦ મીટર ્-૨૦ સ્પર્ધાની ફાઇનલમાં બ્રોન્ઝ મેડલ જીતી ભારતને ૧૬મો મેડલ અપાવ્યો. પેરા એથ્લિટે આ દોડ ૫૫.૮૨ સેકન્ડમાં પૂરી કરી. દીપ્તિએ આ પહેલાં જાપાનના કોબેમાં વિશ્વ એથ્લેટિક્સ પેરા ચેમ્પિયનશીપમાં ભારત માટે પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે આંધ્રપ્રદેશના વારંગલ જિલ્લાના કલ્લેડા ગામની રહેવાસી છે. તેના માતા-પિતાએ ત્યારે યાદ કર્યું હતું કે, તેમની દીકરીના મોટા થવા દરમ્યાન કેવા ટોણા સહન કરવા પડ્યા હતા. એક રિપોર્ટ અનુસાર દીપ્તિ વિકલાંગતા સાથે પેદા થઈ હતી. તે જણાવે છે કે, જ્યારે મારા પતિના પિતાનું નિધન થયું તો અમારે પોતાનું ગુજરાન ચલાવતા માટે ખેતર વેચવું પડ્યું. મારા પતિ પ્રતિદિવસ ૧૦૦થી ૧૫૦ રૂપિયા કમાતા હતા. એટલા માટે એવા દિવસો પણ આવ્યા જ્યારે મારા પોતાના પરિવારનો ખર્ચ ચલાવવા માટે કામ કરવું પડ્યું. જેમાં દીપ્તિની નાની બહેન અમૂલ્યા પણ સામેલ હતી. દીપ્તિ હંમેશા શાંત રહેનારી બાળકી હતી અને ઘણું ઓછું બોલતી હતી પણ જ્યારે ગામના બાળકો તેને ચીડવતા હતા ત્યારે તે ઘરે આવી રડતી હતી. એટલા માટે હું તેના માટે મીઠા ભાત બનાવતી અથવા ક્યારેક-ક્યારેક ચિકન બનાવતી અને આનાથી તેને ખુશી મળતી હતી.