‘ગાય પવિત્ર, દલિતો અપવિત્ર ?’ : અમેરિકામાં દલિતોના સમર્થનમાં વિરોધ રેલીઓનું આયોજન

વિરોધ રેલી દરમિયાન આંબેડકર ગ્રુપે દલિતોની તરફેણમાં અનેક સૂત્રો પોકાર્યા

(ઓજન્સી) ડેટ્રોઇટ તા.૧૯
ભારતમાં દલિતો વિરૂદ્ધ ગુજારવામાં આવતા જ્ઞાતિવાદી અત્યાચારો સામે હાલી રહેલા વિરોધ-દમનને વૈશ્વિક સ્તરે વાચા આપતા આંબેડકર એસોસિએશન ઓફ નોર્થ અમેરીકાએ (એએએનએે) ચલો ઉના આઝાદી કૂચને સમર્થન આપવા અમેરિકામાં ઘણા સ્થળોએ વિરોધ કૂચનું આયોજન કર્યુ હતું.મેરીએટ હોટલમાંથી પસાર થતા રીવરફ્રન્ટ દ્વારા આંબેડકર એસોસિએશન ઓફ નોર્થ અમેરિકાના મિશીગન ચેપ્ટર દ્વારા હાર્ટ પ્લાઝાથી ડેડ્રોઇટ સુધી એક માઇલ લાંબી વિરોધ કૂચ યોજવામાં આવી હતી.આ જ પ્રકારની વિરોધી કૂચનું બોસ્ટન ન્યૂજર્સી, ફિલાડેલ્ફીયા, સાન ફ્રાન્સિસ્કો અને ડલાસ ખાતે શુક્ર અને શનિવારે સમાંતર વિરોદ કૂચનું આયોજન કરવામાં આવ્યુ હતું. ડેટ્રોઇટ ખાતે ભારતમા ંદલિતો પર પાશવી અત્યાચારો અંગે અમેરિકનો તેમજ કેનેડિયનોનું મહત્તમ ધ્યાન ખેચવા વ્યૂહાત્મક રીતે એક રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું. અમેરિકા અનેે કેનેડા વચ્ચે બીજા નંબરના સૌથી વ્યસ્ત એવા યુએસએ-કેનેડીયન સરહદ ક્રોસિંગ ટ્રાફીક દ્વારા ‘ચલો ઊના’ અભિયાનને એકતા અને સમર્થન દર્શાવતા શોનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ રેલી દરમિયાન ‘હે, હે, હો, હો કાસ્ટ સિસ્ટમ ગોટ ટુ ગો ’,દલિત રાઇટ્‌સ આર હ્યુમન રાઇટ્‌સ’, ‘એન્ડ કાસ્ટ એપરથાઇડ નાવ’, ‘એટ્રોસિટી નેશન એન્ડ હિંદુ ફાસીૂઝમ’ જેવા સૂત્રો કેટલાક દેખાવકારોના ભાષણો વચ્ચે પોકારવામાં આવ્યા હતા. કેટલાક દેખાવકારોએ પ્રશ્નો ઉઠાવ્યા હતા જેમ કે ‘ગાય પવિત્ર,દલિત અપવિત્ર ?’, ‘ગૌરક્ષા કે દલિતોનું દમન?’ જેવા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત ‘દલિત નોટ ગોઉઝ’ ,‘મોદી ફેઇલ’ જેવા હેશટેગ તૈયાર કરવામાં આવ્યા હતા. ચલો ઊના સાથે સંકળાયેલા કેટલાક નિવેદનો પણ જોવા મળ્યા હતા જેમાં એવું લખવામાં આવ્યુ હતુ કે ‘ગાય જો તમારી માતા છે તો તમારો બાપ છે’. ૧૬૦૦ ગામમાં હાથ ધરાયેલા સર્વેમાં એવું બહાર આવ્યુ છે કે દલિતો સાથે ૯૮ જુદી જુદી રીતે ભેદભાવ દાખવવામાં આવે છે અને દર વર્ષે જ્ઞાતિ અત્યાચારોના ૪૫૦૦૦ કેસ દાખલ થાય છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts