(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૧૬,
શહેર નજીક પોર ગામમાં રાત્રીનાં સમયે પશુપાલકના વાડામાં ઘુસેલા શખ્સે ત્રણ ગાયના પગ બાંધી બે ગાય સાથે દુષ્કર્મ કરતાં એક ગાયનું મોત થયું હતું. આ બનાવમાં પશુપાલકની ફરિયાદને આધારે વરણામા પોલીસે આ દુષ્કર્મ કરનાર શખ્સની આજે ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત થતી વિગત અનુસાર પોર ગામનાં પશુપાલક લાલજી રણછોડભાઇ રબાડીએ વરણામા પોલીસે જણાવ્યું હતું કે, તેની પાસે હાલમાં સાત ગાયો છે. સોમવારે સવારે વાડામાં બાંધેલ ત્રણ ગાયના પગ પ્લાસ્ટીકના દોરીથી બાંધેલા હતા. તે પૈકી એક ગાય મૃત હાલતમાં મળી આવી હતી. તપાસ કરતાં દોડતા બાંધેલી ગાય સાથે કોઇએ દુષ્કર્મ કર્યું હોવાનું જણાઇ આવ્યું હતું. જેથી તેણે બે વર્ષ પહેલા પોર ગામની નવી નગરીમાં રહેતાં બાબર ભગાભાઇ રાઠોડીયા નાની વાછરડી સાથે દુષ્કર્મ કર્યું હોવાનું ધ્યાનમાં આવતા આ ગાયો સાથે પણ બાબર રાઠોડીયાએ જ દુષ્કર્મ કર્યું હોવાની તેમણે શંકા ગઇ હતી. બનાવની જાણ ગામ જનોને થતાં લોકોએ ભારે ફીટકાર વસાવ્યો હતો. વિકૃત મગજનાં બાબરની શોધખોળ આરંભી હતી. લાલજીભાઇએ બાબરને ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો હતો. તેણે પુછપરછમાં ગાય સાથે દુષ્કર્મ કર્યું હોવાની કબુલાત કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.