ગુજરાતમાં પદ્માવત રિલીઝ કરવા દેવા બાબતે હાઈકોર્ટમાં પિટિશન

અમદાવાદ, તા.૩૧
ગુજરાતમાં પદ્માવત ફિલ્મ રિલીઝ કરવા પર ગુજરાત સરકારે મૂકેલો પ્રતિબંધ તાજેતરમાં સુપ્રીમ કોર્ટે હટાવી દીધો હતો. પરંતુ ગુજરાતમાં ફિલ્મ રિલીઝ થવાના બે દિવસ અગાઉ ર૩ જાન્યુઆરીના રોજ અમદાવાદના વિવિધ મોલ ઉપર થયેલા હુમલા બાદ ફિલ્મ વિતરકો અને થિયેટર માલિકોએ ફિલ્મ રિલીઝ કરવાની ના પાડી દીધી હતી. પરંતુ હવે ગુજરાતમાં પણ ફિલ્મ રિલીઝ થવી જોઈએ તે મામલે હાઈકોર્ટના જજ જે.બી. પારડીવાલા સમક્ષ રીટ પિટિશન કરવામાં આવી છે. જેની અરજન્ટ સુનાવણી આવતીકાલે ગુરૂવારના રોજ થશે. આ પિટિશનમાં પિટિશનર દ્વારા હાઈકોર્ટ સમક્ષ એવી રજૂઆત કરવામાં આવી હતી કે ગુજરાતમાં પદ્માવત ફિલ્મ રજૂ થાય ત્યારે રાજ્ય સરકાર દ્વારા પૂરતું પોલીસ રક્ષણ આપવામાં આવે. તથા આ મુદ્દે કોર્ટ તત્કાલ સુનાવણી કરે તેવી માગણી પણ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પદ્માવત ફિલ્મનો કરણી સેના અને રાજપૂત સમાજ દ્વારા વિરોધ કરવાના કારણે પ્રથમ રાજ્ય સરકારે પ્રતિબંધ લાદયો હતો. પ્રતિબંધ લાદવાને કારણે ફિલ્મના ડાયરેક્ટર સંજયલીલા ભણશાલી દ્વારા સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરતાં સુપ્રીમ કોર્ટે ફિલ્મને રિલીઝ કરવા અને રાજ્ય સરકારને રક્ષણ આપવાનો પણ હુકમ કર્યો હતો. ત્યારબાદ કરણી સેના અને રાજપૂત સમાજ દ્વારા અમદાવાદના વિવિધ મોલો અને થિયટર્સને ટાર્ગેટ બનાવી તોડફોડ અને આગચંપી કરી હતી. જેથી થિયેટર માલિકોએ આ ફિલ્મ રિલીઝ નહીં કરવાનો નિર્ણય લીધો હતો. આ મામલે રાજપૂતોનો પક્ષ કમરનાર અને કાયદેસરની કાર્યવાહીમાં ચૂક કરનાર ચાર પોલીસ કર્મીઓ પણ સસ્પેન્ડ થઈ ચૂક્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks