ગુજરાતમાં ૭૦ માળથી વધુની ગગનચૂંબી ઈમારતો ઊભી કરવા લીલીઝંડી

• હવે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગરમાં આકાશને આંબતી ઈમારતો બનાવી શકાશે • ટોલ બિલ્ડિંગની આ જોગવાઈ ૧૦૦ મીટરથી વધુ ઊંચાઈની બિલ્ડિંગને લાગુ પડશે • બિલ્ડિંગ બનાવવા વિન્ડ ટનલ ટેસ્ટ ફરજિયાત : ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવા પડશે

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧૮
ગુજરાતમાં હવે દુબઈ-સિંગાપોરની જેમ ગગનચૂંબી ઈમારતો બનાવવાનો માર્ગ મોકળો બન્યો છે. ગુજરાતના મહાનગરોને આધુનિક ઓપ આપી વિશ્વકક્ષાના શહેરો સમકક્ષ બનાવવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતા રાજ્યમાં હવે હાલના નિયમો અનુસાર વધુમાં વધુ રર કે ર૩ માળની ઊંચી ઈમારતોના સ્થાને પાંચ શહેરોમાં ૭૦થી વધુ માળની આભને આંબતી ઈમારતો-બિલ્ડિંગ્સ બનાવી શકાશે. આ પાંચ શહેરોમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગરનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રીએ શાસન સંભાળ્યું ત્યારથી જ આયોજનબદ્ધ અને વિશ્વકક્ષાના શહેરી વિકાસ, સ્માર્ટ-સસ્ટેઈનેબલ સિટી ડેવલપમેન્ટના અનેક પ્રજાહિતલક્ષી નિર્ણયો કર્યા છે તેમાં આ એક વધુ સીમાચિન્હ છે. રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગર આ પાંચ મહાનગરોની આગવી ઓળખ ઊભી કરવાના હેતુસર હાલ અમલી સીજીડીસીઆર-ર૦૧૭માં ટોલ બિલ્ડિંગ્સ-ઊંચી ઈમારતો માટેના રેગ્યુલેશન્સ આમેજ કરવાનો નિર્ણય કર્યો છે. આવા મકાનો માટે મુંબઈ, દિલ્હી વગેરે શહેરોના નિયમોનો અભ્યાસ કર્યા બાદ નિયમોનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો છે જેમાં સ્ટ્રક્ચર સેફટી, ફાયર સેફ્ટી, ટેકનિકલ આસ્પેક્ટસ મંજૂરી માટે મુંબઈની જેમ સ્પેશિયલ ટેકનિકલ કમિટી વગેરેની તમામ જોગવાઈઓ સૂચવવામાં આવી છે. હાલના વિકાસને ધ્યાને લેતાં આવી હાઈરાઈઝ ઈમારતો ગુજરાતમાં પણ બને તે માટે રાજ્ય સરકારે છેલ્લા કેટલાક સમયથી ઉચ્ચકક્ષાએ ઘણી બેઠકોમાં ગહન ચર્ચા-વિચારણા કરીને આ નિર્ણયને આખરી ઓપ આપ્યો છે. મુખ્યમંત્રીએ રાજ્યમાં ઊંચી ઈમારતો, ટોલ બિલ્ડિંગ્સ માટેના જે નિયમો મંજૂર કર્યા છે તેમાં કેટલીક મહત્ત્વપૂર્ણ જોગવાઈઓ રાખવામાં આવી છે, જેમાં મહત્ત્વની કેટલીક જોગવાઈઓ નીચે મુજબ છે.
• ટોલ બિલ્ડિંગની આ જોગવાઈ ૧૦૦ મીટરથી વધુ ઊંચાઈના બિલ્ડિંગ્સને લાગુ થશે. તેમજ બિલ્ડિંગનો આસ્પેક્ટ રેશિયો (લઘુત્તમ પહોળાઈ : ઊંચાઈ) ૧ઃ૯ કે વધુ હોય તેને લાગુ થશે.
• વધુમાં આ જોગવાઈ ડ્ઢ૧ કેટેગરીના સત્તામંડળો જેમ કે છેંડ્ઢછ/જીેંડ્ઢછ/ફેંડ્ઢછ/ઇેંડ્ઢછ અને ય્ેંડ્ઢછમાં એવા વિસ્તારમાં લાગુ થશે, જ્યાં હાલ ઝ્રય્ડ્ઢઝ્રઇ મુજબ બેઈઝ હ્લજીૈં ૧.૨ કે તેથી વધારે મળવાપાત્ર છે.
• આ પ્રકારના બિલ્ડિંગ્સની ચકાસણી માટે સ્પેશિયલ ટેકનિકલ કમિટીની રચના થશે.
• સત્તામંડળમાં અરજી કર્યા બાદ સ્પેશિયલ ટેકનિકલ કમિટી (જી્‌ઝ્ર) દ્વારા ચકાસણી અને મંજૂરી માટે ભલામણ કરાશે.
• ૩૦ મીટર પહોળાઈના કે તેથી વધુ પહોળાઈના ડી.પી., ટી.પી.ના રસ્તા પર મળવાપાત્ર થશે.
• ૧૦૦થી ૧૫૦ મીટર ઊંચાઈ માટે લઘુત્તમ પ્લોટ સાઈઝ ૨૫૦૦ ચો.મીટર રહેશે.
• ૧૫૦ મીટરથી વધુ ઊંચાઈ માટે લઘુત્તમ પ્લોટ સાઈઝ ૩૫૦૦ ચો.મીટર રહેશે.
• મહત્તમ હ્લજીૈં પ.૪ મળવાપાત્ર થશે જેમાં જે-તે ઝોનની બેઈઝ હ્લજીૈં ફ્રી હ્લજીૈં તરીકે તથા બાકીની હ્લજીૈં પ્રિમિયમ- ચાર્જેબલ હ્લજીૈં તરીકે મળશે તેમાં પ્રિમિયમ હ્લજીૈંનો ચાર્જ પ૦ ટકા જંત્રીનો દર- ખૂલ્લા બિનખેતીના પ્લોટનો જંત્રીદર ગણાશે.
• રહેણાક/વાણિજ્યક/રીક્રીએશન અથવા આ ત્રણેયનો ગમે તે મુજબ મીક્સ યુઝ/વપરાશ મળવાપાત્ર થશે.
• પાર્કિંગમાં ઈલેક્ટ્રીક ચાર્જિંગની ફેસીલીટી ફરજિયાત રાખવાની રહેશે.
• વિન્ડ ટનલ ટેસ્ટ ફરજિયાત રહેશે તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવાના રહેશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts