(એજન્સી) અમદાવાદ,તા.૨૨
સમાચાર સંસ્થા પીટીઆઈએ સૌ પહેલાં એવો અહેવાલ રજૂ કર્યો હતો કે, ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીએ ચાર પોલિંગ બૂથ પર EVM મશીન અને VVPAT મશીનોની સ્લીપો મેચ થતી નથી. કોઈપણ મીડિયાએ મુખ્ય ચૂંટણી અધિકારી બી.બી. સ્વેનની આ ચોંકાવનારી કબૂલાતને આ સમાચારમાં હાઈલાઈટ કરી ન હતી. તેના બદલે દરેકની સમાન હેડલાઈન હતી કે ઈવીએમની મત ગણતરી અને વીવીપીએટીની સ્લીપ ૧૦૦ ટકા મેચ થઈ ગઈ છે. ચૂંટણી પંચે વોટના મેચિંગ માટે પ્રત્યેક મત વિસ્તારમાં એક બૂથને સેમ્પલ તરીકે પસંદ કર્યું છે ત્યારે એવો નિષ્કર્ષ કાઢી શકાય કે ચાર બૂથમાં મતોનું અસંતુલન અન્ય વિધાનસભા મતક્ષેત્રોમાં પણ હશે.
વીવીપીએટી વેરિફિકેશન પ્રક્રિયા સાથે ચૂંટણી પંચે અપનાવેલ ગુપ્તતા અને અપારદર્શિતાના કારણે ખરેખર કેટલું મિસમેચ થયું છે તે જાણી શકાયું નથી. આથી ચૂંટણી પંચે બંધારણીય ધોરણને વળગી રહીને ગુજરાતમાં તેણે રેન્ડમ ચેકિંગ કર્યું હતું કે, કેમ તે બાબતે સ્પષ્ટતા કરવી જોઈએ. ભારતમાં જ્યારે વીવીપીએટી મશીનોનો અમલ કરવામાં આવ્યો ત્યારે ચૂંટણી પંચે પાંચ ટકા મશીનોની ચકાસણી કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. કોંગ્રેસ સુપ્રીમ કોર્ટમાં વિરોધ કરતાં વીવીપીએટીના પ્રિન્ટ આઉટની ૨૫ ટકા ગણતરી કરવાની માગણી કરી હતી. જો કે સુપ્રીમ કોર્ટે આ બાબતમાં દરમિયાનગીરી કરવાનો ઈન્કાર કર્યો હતો. EVMમાં સલામી ફ્રોડ શોધવાનો ખાતરીબદ્ધ રસ્તો કોડની પ્રત્યેક લાઈન ચકાસીને સઘન બોક્સ ટેસ્ટિંગ કરવાનો છે. આ એક જ માત્ર રસ્તો છે. જો કે EVMની માઈક્રો ચીપ્સ એવી રીતે તૈયાર કરવામાં આવી છે જે કોઈ પ્રામાણિક કે અપ્રામાણિક જાસૂસી આંખથી સોફટવેરને બચાવે છે. સલામી ફ્રોડને ચેક કરવાની બીજી પદ્ધતિ પેપર કાઉન્ટ અને ઈલેક્ટ્રોનિક કાઉન્ટ વચ્ચે મિસમેચ ચકાસવાની છે. અને જો મિસમેચ જણાશે તો સિસ્ટમમાં છેતરપિંડી થઈ છે તેનો નિર્દેશ મળશે.
(સૌ. : જનતાકા રિપોર્ટર)