“ગુજરાત ટુડે”ના અહેવાલનો પડઘો લાઠીમાં બિનખેતી પર તાર ફેન્સિંગ કરાયેલ એક રસ્તો ખોલાયો, જ્યારે અન્ય રસ્તાઓ હજી બંધ

પ્રથમ તસવીરમાં ખોલવામાં આવેલ રસ્તો જ્યારે બીજી તસવીરમાં અન્ય રસ્તો ખોલાયો નથી. જેને લીધે દીવાલ ચણી બંધ કરાયેલ છે, જે નજરે પડે છે.

અમરેલી, તા.૨
લાઠીના દલિત વાસ પાસે આવેલ રેવન્યુ સર્વે નંબર ૬૧/૧ની બિનખેતી થયેલ જમીન ઉપરના સાર્વજનિક રસ્તાઓ બંધ કરવાના એહવાલ આજે “ગુજરાત ટુડે” અખબારમાં છપાતા જ એક રસ્તો ખોલી નાખવામાં આવ્યો છે. જ્યારે અન્ય સાર્વજનિક જગ્યા જ્યાં રહીશોના હલાણ છે તેવા રસ્તાઓ દબાવી બંધ રાખવામાં આવેલ છે, તે રસ્તો પણ ખોલવામાં નહિ આવે તો અરજદાર દ્વારા કાનૂની લડત ચલાવા કાર્યવાહી કરવામાં આવશે. લાઠીના વતની અને ઉદ્યોગપતિ હાલ મુંબઈ સુરત ખાતે રહેતા ઘનશ્યામ માવજીભાઈ શંકર તેમજ દુલા માવજીભાઈ શંકર અને અન્ય આ વિસ્તારના વ્યક્તિઓએ આ બિનખેતી થયેલ સર્વે નંબર ૬૧/૧ની જમીનના કેટલાક જાહેર રસ્તાઓ ઉપર તાર ફેન્સિંગ કરી રસ્તાઓ બંધ કરી દેવામાં આવતા આજે તે બાબતે “ગુજરાત ટુડે” અખબારમાં ફોટાઓ સાથેના અહેવાલ છપાતા એક સાઈડનો રસ્તો ખોલી નાખવામાં આવેલ હતો જ્યારે આ વિસ્તારમાં અન્ય શખ્સો દ્વારા પણ હજુ રસ્તાઓ બંધ કરવામાં આવેલ છે અને ત્યાં બાંધકામ કરી રસ્તો બંધ કરવામાં આવેલ છે, તે લોકો દ્વારા હજુ રસ્તો ખોલવામાં આવેલ નથી જો આવતા દિવસોમાં હજુ આ લોકો દ્વારા રસ્તો ખુલો નહિ કરવામાં આવે તો કાનૂની કાર્યવાહી કરવામ આવશે અન્યથા ન્યાય નહિ મળે તો ન્યાયિક લડત દ્વારા આંદોલન પણ કરવામાં આવશે તેમ અરજદાર સાજીદભાઈ મીઠાણીએ જણાવ્યું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks