ગુજરાત યુનિવર્સિટીમાં એબીવીપીની ગુંડાગીરીના વિરૂદ્ધમાં વેલ્ફેર મેમ્બર્સ દ્વારા ઉચ્ચ સ્તરે રજૂઆત

ગુજરાત યુનિવર્સિટીના વેલ્ફેર મેમ્બર સંજય સોલંકીની આગેવાનીમાં યુનિવર્સિટીના કુલપતિ અને રજિસ્ટ્રારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. જેમાં જણાવાયું હતું કે, ગુજરાત યુનિવર્સિટી ખાતે એબીવીપીના ગુંડા તેમજ લુખ્ખા તત્ત્વો દ્વારા કુલપતિ વિરૂદ્ધ અસભ્ય વર્તન, તોડફોડ, સિક્યુરિટી ગાર્ડને ગાળાગાળો કરી મારામારી કરવામાં આવી હતી, તે એક શિક્ષણ સંસ્થા માટે નિંદનીય ઘટના ગણાય આટલું થવા છતાં યુનિવર્સિટી દ્વારા આવા તત્ત્વો વિરૂદ્ધ કોઈ જ કાર્યવાહી કરવામાં આવી ન હોવાથી આવા અસામાજિક તત્ત્વો વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરી તેમને યુનિવર્સિટીમાં પ્રવેશતા રોકવામાં આવે તેમજ તેમના વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે. આ રજૂઆત કરવા જનારાઓમાં વેલ્ફેર મેમ્બર્સ યશરાજ ગોહેલ, સુનિલ શુક્લા સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks