ગુજરાત, હિમાચલપ્રદેશના ચૂંટણી પરિણામો ર૦૧૭ પછી ભારતનો રાજકીય નકશો આ પ્રમાણે દેખાશે

(એજન્સી) તા.૧૮
ચૂંટણીના પરિણામોની કવરેજ દરમિયાન ગુજરાત અને હિમાચલપ્રદેશમાં ભાજપની જીત પછી ભારતનો રાજકીય નકશો ઉપર મુજબનો જોવામાં આવશે જ્યાં સમગ્ર ઉત્તર ભારતમાં ફકત પંજાબમાં જ કોંગ્રેસની સરકાર છે અને એ જ રીતે દિલ્હીમાં કેજરીવાલ એકલા છે. પંજાબમાં કોંગ્રેસની ફરતે બધા જ રાજ્યોમાં ભાજપની સરકાર છે. કોંગ્રેસના નજીકના ભાગીદાર કર્ણાટક અને મેઘાલયમાં છે જે આવતા વર્ષે મોદીની ભાજપા પાસે જઈ શકે છે. ભાજપની ભારતના રાજ્યોમાં જીત મેળવવાની પરંપરા ચાલુ જ છે. ગુજરાત અને હિમાચલમાં સરકાર એમની બની રહી છે. ગુજરાતમાં મોદીનો અંગત જાદુ ચાલ્યો છે જ્યારે હિમાચલપ્રદેશમાં પરિવર્તનની પરંપરા છે જે મુજબ ભાજપને સત્તા મળી છે. આ વર્ષે ભાજપે ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડમાં વિજય મેળવ્યો છે અને ગોવા અને મણિપુરમાં તડજોડથી સરકાર બનાવી છે. પંજાબમાં અમરિન્દરસિંઘની જીતને કોંગ્રેસને અપાયેલ આશ્વાસન ઈનામ તરીકે ગણી શકાય. હવે ફકત ૯ રાજ્યોમાં બિનભાજપી સરકારો છે જેમાંથી મોદી અને શાહને ચાર રાજ્યો કબજો કરવાની તક આવતા વર્ષે મળી શકે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks