‘ગુમ’ થયેલી ઝીણાની છબિના વિવાદ વચ્ચે એએમયુ.એ કહ્યું કે સફાઈના ઉદ્દેશ્યથી તેને થોડા સમય માટે હટાવી દીધી છે

(એજન્સી) તા.૩
અલીગઢ મુસ્લિમ યુનિ. (એ.એમ.યુ.)માં ઝીણાની જે છબિ વિશે વિવાદ ચાલી રહ્યો છે. તે યુનિયન હોલમાંથી ગુમ થઈ ગઈ હતી. અહેવાલ પ્રમાણે બુધવારે જ્યારે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીને છાત્રસંઘનું આજીવન સભ્યપદ આપવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યું હતું. તેના થોડા સમય પહેલાં યુનિયન હોલમાંથી ઝીણાની છબિ ગુમ થઈ હતી. જ્યારે આ વિશે યુનિ. સત્તાવાળાઓને પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે યુનિયન હોલમાં સફાઈ કામગીરી ચાલતી હોવાથી ઝીણાની છબિને થોડા સમય માટે હટાવી લેવામાં આવી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks