ગુલામનબી આઝાદ સર્વશ્રેષ્ઠ સાંસદના પુરસ્કારથી સન્માનિત

(એજન્સી) નવી દિલ્હી,તા.૨
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સંસદ ભવનના કેન્દ્રીય હોલમાં શાસક અને વિપક્ષ બંનેના પાંચ સાંસદોને સર્વશ્રેષ્ઠ સાંસદ પુરસ્કારથી સન્માનિત કર્યા છે. નઝમા હેપતુલ્લાને ૨૦૧૩ માટે સર્વશ્રેષ્ઠ સાંસદ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં છે. બિહારના મધુબનીના ભાજપના લોકસભાના સાંસદ હુકુમદેવ નારાયણ યાદવને ૨૦૧૪ માટે સર્વશ્રેષ્ઠ સાંસદ એવોર્ડ મળ્યો જ્યારે વિપક્ષના નેતા ગુલામનબી આઝાદને ૨૦૧૫ માટે સર્વશ્રેષ્ઠ સાંસદ એવોર્ડથી સન્માનિત કરાયા છે. ટીએમસીના સાંસદ દિનેશ ત્રિવેદીને ૨૦૧૬ માટે સર્વશ્રેષ્ઠ સાંસદનો એવોર્ડ મળ્યો છે.ભાજપના સહયોગી પક્ષ બીજુ જનતા દળ (બીજેડી)ના સાંસદ ભર્તૃહરિ મહતાબને ૨૦૧૭ માટે સર્વશ્રેષ્ઠ સાંસદ એવોર્ડથી સન્માનિત કરાયા છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સભાપતિ વેંકૈયા નાયડુ ઉપસ્થિત રહ્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks