
પેલેસ્ટીની સૂત્રોએ જણાવ્યું કે, જોર્ડન વેલી, હેબ્રોન અને બેથ્લેહેમમાં હુમલા થયા હતા
(એજન્સી) રામલ્લાહ, તા.ર૮
ગઈકાલે, ગેરકાયદેસર ઇઝરાયેલી વસાહતીઓએ વેસ્ટ બેંકમાં ખેડૂતો અને રહેણાંક વિસ્તારો પર હુમલો કર્યો હતો.
કોલોનાઈઝેશન કમિશન અને પેલેસ્ટીની સમાચાર એજન્સી વફાના અહેવાલ મુજબ, જોર્ડન વેલી(ઉત્તર), હેબ્રોન અને બેથ્લેહેમ(દક્ષિણ)ના રહેણાંક વિસ્તારોમાં હુમલા થયા હતા.
કમિશને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ગેરકાયદેસર વસાહતીઓએ “જોર્ડન વેલી વિસ્તારમાં નાગરિકોના ઘરો અને તંબુઓ પર દરોડા પાડ્યા હતા અને તેમના સામાનનો નાશ કર્યો હતો અને આ વિસ્તારમાં ભરવાડો પર પણ હુમલો કર્યો હતો.” તેમણે ઉમેર્યું હતું કે આ હુમલામાં “ઉત્તરી જોર્ડન ખીણમાં એઈન અલ-હિલવેહ સમુદાયમાં નાગરિક ફુઆદ દ્રગમેહના રહેઠાણ અને અલ-સકાઉટ વિસ્તારમાં નાગરિક મોહમ્મદ અબુ મતાવેના તંબુને અસર થઈ હતી.” દક્ષિણ વેંસ્ટ બેંકમાં એક સાક્ષીએ એનાદોલુ એજન્સીને જણાવ્યું હતું કે, સશસ્ત્ર વસાહતીઓએ પશ્ચિમ બેથ્લેહેમના નાહલિન શહેરમાં ઘણા પેલેસ્ટીની ખેડૂતો પર તેમના ખેતરોમાં ઘૂસીને હુમલો કર્યો હતો અને તેઓને તે વિસ્તારો છોડવા દબાણ કર્યું હતું.
તેમણે ઉમેર્યું હતું કે, તેઓએ શહેરના ઉત્તરપૂર્વમાં બનિયાસ વિસ્તારમાં તેમાંથી ડઝનેક પેલેસ્ટીનીઓ પર હુમલો કર્યો હતો, તેઓ આ વિસ્તાર ન છોડે તો તેમને મારી નાખવાની ધમકી આપી હતી. તે પછી, ઇઝરાયેલી સૈન્યએ ખેડૂતોને તેમની જમીનો છોડી દેવાની માગણી કરતા કહ્યું કે તેઓ તેમને ગેરકાયદેસર વસાહતીઓથી બચાવી શકશે નહીં.
વફાએ અહેવાલ આપ્યો કે “બેથ્લેહેમમાં પણ વસાહતીઓના એક જૂથે ખેડૂતો પર હુમલો કર્યો હતો અને તુકુ’ (બેથ્લેહેમની પૂર્વમાં)ના રણમાં વાદી અલ-અબ્યાદની ખેતરમાંના ઘઉંના જથ્થાની લણણી થયા બાદ હથિયારોની બળજબરીથી તેમના ઘઉં જપ્ત કર્યા હતા.”
હેબ્રોન શહેરની વાત કરતા સમાચાર એજન્સીએ ઉલ્લેખ કર્યો હતો કે, “ઇઝરાયેલી લશ્કરના યુનિફોર્મમાં ગેરકાયદેસર વસાહતીઓએ યુવાન ઓમર મુસા મોહમ્મદ (૨૦ વર્ષ) જ્યારે મસાફેરયાટ્ટાના વાડીમેઇન વિસ્તારમાં ઘેટાં ચરાવી રહ્યો હતો ત્યારે તેના પર હુમલો કર્યો હતો અને માર માર્યો જેથી તેને ઉઝરડા થયા. “
તેણે જણાવ્યું હતું કે, ગેરકાયદેસર વસાહતીઓએ “મસાફેરયાટ્ટા (હેબ્રોનની દક્ષિણે)માં ખલ્લેટ અલ-દાબા વિસ્તારમાં સંખ્યાબંધ પશુપાલકો પર હુમલો કર્યો અને તેમને તે વિસ્તાર છોડવાની ફરજ પાડી હતી.”
૭ ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ હમાસના હુમલા દ્ધારા ૩૪,૩૦૦થી વધુ લોકો માર્યા ગયા બાદ ઈઝરાયેલ ગાઝા પટ્ટી સામે ઘાતક લશ્કરી આક્રમણ શરૂ કર્યું છે ત્યારથી કબજા હેઠળ રહેલા સમગ્ર વેસ્ટ બેંકમાં તણાવ વધી ગયો છે.