ગોધરા ખાતે લશ્કરી ભરતી મેળામાં ૧પ૩૭ યુવાનો શારીરિક કસોટીમાં પાસ

ગોધરા, તા. ૩૦
પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે આર્મી રીક્રુટમેન્ટ ઓફિસ, અમદાવાદ દ્વારા તા. ૩૦/પ/૧૮ સુધી લશ્કરી ભરતી મેળામાં ઉત્તર, મધ્યપ્રદેશ અને દક્ષિણ ગુજરાતના ર૧ જિલ્લાઓ સહિત દમણ અને દાદરાનગર હવેલીના ઉમેદવારો ભાગ લઈ રહ્યા છે. આ ભરતી મેળામાં કુલ ૩૮,૮૬૧ ઉમેદવારોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. ગોધરા એસ.આર.પી. ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલા ભરતી મેળાની કલેક્ટર ઉદિત અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી એ.જે. શાહ, જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાએ મુલાકાત લીધી હતી. કલેક્ટરે ભરતી મેળામાં ઉપસ્થિત ઉમેદવારોને દોડ માટે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.એડિશનલ ડાયરેક્ટર જનરલ સતિષ એમ.વાસડેએ જણાવ્યું કે ગોધરામાં યોજાયેલ લશ્કરી ભરતી મેળામાં કુલ ૧પ૩૭ ઉમેદવારો ફિઝિક્સ ફીટનેસ અને ફિઝિકલ મેજરમેન્ટ ટેસ્ટમાં પાસ થયા છે. લશ્કરી ભરતી મેળાને સફળ બનાવવામાં જિલ્લા પ્રશાસનના સહયોગને તેમણે બિરદાવ્યો હતો.આ ભરતી મેળામાં સોલ્જર જનરલ ડ્યુટી, સોલ્જર કલાર્ક/સ્ટોર કીપર ટેકનીકલ, સોલ્જર ટ્રેડસમેન, સોલ્જર ટેકનીકલ અને સોલ્જર નર્સિંગ આસિસ્ટન્ટ કેટેગરી માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks