ગોધરા પાલિકાની પ્રમુખ-ઉપપ્રમુખ ચૂંટણીની તારીખ અંગે આજે સુનાવણી

અમદાવાદ,તા.૧૩
ગોધરા નગરપાલિકામાં હવે નવા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી તારીખ ૧૫ જૂનના રોજ એટલે કે પ્રસ્તાવિત ઇદના દિવસે રાખવાના રાજ્ય સરકારના નિર્ણય સામે ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન કરવામાં આવતા રાજ્ય સરકાર ગોધરા કલેકટર અને ગોધરા નગરપાલિકાના ચીફ ઓફિસરને નોટિસ કાઢવામાં આવી હતી અને કેસની સુનાવણી આવતીકાલે હાથ ધરવામાં આવશે. કેસની વિગતો મુજબ ગોધરા નગરપાલિકામાં કુલ ૪૪ બેઠકો તે પૈકી ૨૧ મુસ્લિમ નગરસેવકો છે જ્યારે ભાજપના ૧૮ નગરસેવકો છે. આ પૈકી આ પૈકી ૨૦ અપક્ષ મુસ્લિમ નગરસેવકો છે અને તેઓ હાલમાં શાસનની ધુરા સંભાળી રહ્યા છે.
પરંતુ રાજ્ય સરકારના કથિત રીતે ભેદભાવયુક્ત નિર્ણયના કારણે આ પિટિશન કરવાની ફરજ પડી હતી. જાણવા મળતી વિગતો મુજબ ચાલુ શાસકોની અઢી વર્ષની મુદત પૂર્ણ થતી હોવાથી નવા પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણૂક કરવાની રહે છે. સમગ્રરાજ્યમાં કાર્યવાહી ચાલી રહી છે તે દરમિયાન ગોધરા નગરપાલિકામાં ચૂંટણી કરવા માટે રાજ્ય સરકારે તારીખ ૧૫ જૂન નક્કી કરી અને તેનું જાહેરનામુ બહાર પાડયું છે. પરંતુ જો તે દિવસે ઇદનો ચાંદ દેખાયો તો રમજાન ઈદ જાહેર કરવામાં આવે તેમ છે. આ સંજોગોમાં મુસ્લિમ નગરસેવકો ગેરહાજર રહે અને ૧૮ જેટલા નગરસેવકો ધરાવતા ભારતીય જનતા પક્ષ દ્વારા સત્તા મેળવી લેવામાં આવે તેવા બદઈરાદા પૂર્વ આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હોવાનું પિટિશનમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. પિટિશનમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે ૧૦ જેટલા નગરસેવકો એહતેકાફનું પાલન કરવાના છે. એટલે કે પવિત્ર રમઝાન મહિનાના ઈદ સુધીના છેલ્લા દસ દિવસ તેઓ ઘરે અથવા તો મસ્જિદ ખાતે રહીને ધાર્મિક પરંપરાઓનું પાલન કરનાર છે. આથી જ રમઝાન ઇદના દિવસે તેઓ ઇલેક્શનમાં હાજર ના રહે તો ભાજપને પોતાની સત્તા બનાવવાની તક મળી જાય તેવા સંજોગો ઉભા થાય તેમ છે. આથી ઈરાદાપૂર્વક જારી કરવામાં આવેલા આ જાહેરનામું રદ કરવું જોઈએ અને નવી તારીખ નક્કી કરવી જોઈએ તેવી પિટિશનમાં રજૂઆત કરવામાં આવેલી છે.આ બાબતે આવતીકાલે સુનાવણી હાથ ધરાશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks