(એજન્સી) ગોવા, તા.૧૬
ગોવાના પશુપાલન મંત્રી ગોડીન્હોએ કહ્યું છે કે, રાજ્યમાં ગૌમાંસની કોઈ કમી નથી. મંત્રીએ કહ્યું કે, પાડોશી રાજ્યમાં પરિવહન પર પ્રતિબંધથી પશુઓની હેરાફેરીનો પ્રશ્ન ઊભો થયો છે. જે બુચડખાના માટે સમસ્યા છે. ગોવાના પશુપાલન મંત્રી ગોડીન્હો વિધાનસભામાં કોંગ્રેસ વિધાયક સિલ્વેરીયાના એક પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા. રાજ્યમાં કારોબારીઓએ ગૌમાંસની કમીની ચેતવણી ઉચ્ચારી છે. તેમણે પશુઓને બુચડખાનામાં લઈ જતાં ગૌરક્ષકોની પજવણીનો આરોપ મૂકયો છે. તેથી ગોવામાં ગૌમાંસ વેચવા ફ્રોઝન ગૌમાંસ આયાત કરવા મજબૂર છે. ગોડીન્હોએ કહ્યું કે ગોવામાં ગોવા મીટ કોમ્પલેક્ષ પૂરી તરહ કામ કરી રહ્યું છે. પરંતુ વર્તમાન સમયમાં વેપારીઓ વધ માટે લાવવા અસમર્થ છે કારણ કે તેમને રાજ્ય બહારથી પશુ લાવવા પરમીટ મળતું નથી. રોજ રર પશુઓનો વધ કરાય છે. જ્યારે બુચડખાનાની ક્ષમતા પ્રતિ શિફટ ૧ર૦ પશુની છે.