ગૌહત્યાના નામે થતી હત્યાઓના વિરોધમાં મુંબઇમાં હજારો લોકો માર્ગો પર ઉતરી આવ્યા

(એજન્સી) મુંબઇ, તા. ૪
મુંબઇના શિવાજી પાર્ક વિસ્તારમાં તાજેતરના દિવસોમાં દેશના વિવિધ ક્ષેત્રોમાં ગૌમાંસના નામે થતી ટોળા દ્વારા હત્યાઓના વિરોધમાં હજારો લોકો માર્ગો પર ઉતરી આવ્યા હતા. આ પ્રદર્શનો દલિત નેતા પ્રકાશ આંબેડકર, ફિલ્મી દિગ્ગજ આનંદ પટવર્ધન અને પ્રકાશ રેડ્ડીના નેતૃત્વમાં યોજાયા હતા જેમાં હજારો લોકો જોડાયા હતા અને મોટી સંખ્યામાં બુરખો પહેરીને મુસ્લિમ વિદ્યાર્થિનીઓ અને મહિલાઓ પણ જોડાઇ હતી. મુંબઇના દાદર વીર ગાર્ડન પ્લાઝાથી બપોરે ૪.૩૦ કલાકથી ક્રાંતિકારી ગીતો અને મહત્ત્વની વ્યક્તિઓના ભાષણ બાદ જુલૂસ દાદરના બહુમતી વિસ્તારોમાં પસાર થઇ ડો. ભીમરાવ આંબેડકરની યાદગાર ચેલિયા ભૂમિ પહોંચ્યું હતું.
આ પ્રસંગે પ્રકાશ આંબેડકરે જણાવ્યું હતું કે, કેટલાક વર્ષોમાં લઘુમતી સમુદાયો, દલિતો અને નબળા વર્ગોના લોકોને હિંસાનો શિકાર બનવું પડ્યું છે અને આ ઘટનાઓમાં ઉત્તરોતર વધારો થયો છે. મુખ્યત્વે ગૌૈહત્યાના નામે નિર્દોષોની જાહેરમાં હત્યા કરી દેવામાં આવે છે. જ્યારે સત્તાપક્ષ મૂકપ્રેક્ષક બનીને બેઠો છે. આ માટે નફરત વિરૂદ્ધ ન્યાયનો અવાજ બુલંદ કરવા માટે આ વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમણે ચેતવણી આપી હતી કે, જો સરકાર ભગવા બ્રિગેડને કાબૂમાં નહીં રાખે તો દેશમાં સ્થિતિ બદથી બદતર થઇ જશે. આ પહેલાં મરાઠી ફિલ્મકાર આનંદ પટવર્ધન અને રેડ્ડીએ પણ જણાવ્યું અન્યાય વિરૂદ્ધ આ લડાઇને આગળ વધારવાની છે. પ્રદર્શનમાં પોલીસ સંગઠન એસઆઇઓ, અવાજે નિસવાં અને અન્યોએ પણ ભાગ લીધો હતો. આ પ્રસંગે સલીમ અલવારે પણ સંબોધનમાં જણાવ્યું હતું કે, આટલી મોટી સંખ્યામાં લોકો એકઠા થવા એ વાતનો પૂરાવો છે કે, દેશમાં લોકશાહી અને ધર્મનિરપેક્ષતાના મૂળિયા મજબૂત છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts