ગ્રાન્ડહોમની સ્ફોટક ઈનિંગ : ચોથી વન-ડેમાં ન્યુઝીલેન્ડનો આસાન વિજય

હેમિલ્ટન, તા. ૧૬
હેમિલ્ટન ખાતે આજે રમાયેલી ચોથી વનડે મેચમાં પણ ન્યુઝીલેન્ડે પાકિસ્તાન ઉપર ડેનાઇટ મેચમાં પાંચ વિકેટે જીત મેળવી હતી. ૨૫ બોલ ફેંકવાના બાકી હતા ત્યારે ન્યુઝીલેન્ડે જીત મેળવી લીધી હતી. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને ૨૬૨ રન બનાવ્યા હતા જેના જવામાં ન્યુઝીલેન્ડે ૪૫.૫ ઓવરમાં ૨૬૩ રન કરીને આ મેચ જીતી લીધી હતી. પાકિસ્તાન તરફથી હાફીઝે સૌથી વધુ ૮૧ રન કર્યા હતા. જ્યારે ન્યુઝીલેન્ડ તરફથી ગ્રાન્ડહોમે માત્ર ૪૦ બોલમાં સાત ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી અણનમ ૭૪ રન બનાવીને પોતાની ટીમને જીતાડી દીધી હતી. નિકોલસે ૭૦ બોલમાં અણનમ ૫૨ રન કર્યા હતા. ગ્રાન્ડહોમની મેન ઓફ દ મેચ તરીકે પસંદગી કરવામાં આવી હતી. આની સાથે જ ન્યુઝીલેન્ડે પાંચ મેચોની શ્રેણીમાં ૪-૦ની લીડી મેળવી લીધી હતી.
હેમિલ્ટન વનડે : સ્કોરબોર્ડ
પાકિસ્તાન ઇનિંગ્સ :
ફખર બો. સેન્ટનર ૫૪
ફાઇમ કો. લાથમ
બો. સાઉથી ૦૧
બાબર કો. લાથમ
બો. સાઉથી ૦૩
સોહેલ કો. નિકોલસ
બો. વિલિયમસન ૫૦
હાફીઝ રનઆઉટ ૮૧
શોએબ મલિક કો. સેન્ટનર
બો. વિલિયમસન ૦૬
શરફરાઝ કો. ગુપ્ટિલ
બો. બોલ્ટ ૫૧
હસન અલી કો. ગુપ્ટિલ
બો. સાઉથી ૦૧
શાદાબ અણનમ ૦૬
વધારાના ૦૯
કુલ (૫૦ ઓવરમાં ૮ વિકેટે) ૨૬૨
પતન : ૧-૭, ૨-૧૧, ૩-૯૭, ૪-૧૨૩, ૫-૧૩૦, ૬-૨૨૮, ૭-૨૩૩, ૮-૨૬૮
બોલિંગ : સાઉથી : ૮-૦-૪૪-૩, બોલ્ટ : ૧૦-૦-૭૩-૧, ફર્ગુસન : ૬-૦-૩૨-૦, ગ્રાન્ડહોમ : ૩-૦-૧૬-૦, વિલિયમસન : ૧૦-૦-૩૨-૨, સેન્ટનર : ૧૦-૦-૪૩-૧, મુનરો : ૩-૦-૨૦-૦
ન્યુઝીલેન્ડ ઇનિંગ્સ :
ગુપ્ટિલ કો. હસન
બો. શાદાબ ૩૧
મુનરો કો. હાફીઝ
બો. શાદાબ ૫૬
વિલિયમસન કો. રઈશ
બો. સોહેલ ૩૨
ટેલર એલબી બો. રઇશ ૦૧
લાથમ કો બાબર
બો. શાદાબ ૦૮
નિકોલસ અણનમ ૫૨
ગ્રાન્ડહોમ અણનમ ૭૪
વધારાના ૦૯
કુલ (૪૫.૫ ઓવરમાં ૫ વિકેટે) ૨૬૩
પતન : ૧-૮૮, ૨-૮૯, ૩-૯૦, ૪-૯૯, ૫-૧૫૪,
બોલિંગ : આમીર : ૬-૧-૩૬-૦, હસન અલી : ૮.૫-૦-૬૦-૦, ફાહીમ : ૬-૦-૩૩-૦, રઇશ : ૯-૦-૫૯-૦, શાબાદ : ૧૦-૦-૪૨-૩, સોહેલ : ૬-૦-૨૯-૧

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks