ગ્લોબલ કોવિડ-૧૯ના ગ્રાફમાં ભારત હવે ટોચ પર છે…દેશના આરોગ્ય પ્રધાનને શું કહેવું છે ?

(એજન્સી) તા.૩૦
છેલ્લા ૨૪ કલાકમાં ભારતમાં કોરોનાના ૭૬૪૭૨ કેસ સામે આવ્યાં છે. શનિવારે કોરોના વાયરસ સંક્રમણ કેસની સંખ્યા ૩૪૬૩૯૭૩ને આંબી ગઇ છે. સતત ત્રીજા દિવસે ભારતમાં ૭૦૦૦૦ કરતાં વધુ કેસો નોંધાયાં છે. આ જ સમયગાળા દરમિયાન ૧૦૨૧ લોકોનાં મોત થતાં ભારતમાં કોરોનાનો મૃત્યુઆંક ૬૨૫૦૦ થયો છે. ભારતમાં હાલ એક્ટીવ કેસની સંખ્યા ૭૫૨૪૨૪ છે અને સાજા થનારા દર્દીઓની સંખ્યા ૨૬૪૮૯૯૯ છે. એક દિવસ પહેલા એટલે કે શુક્રવારે વિશ્વમાં કોવિડ-૧૯ના સૌથી વધુ સંખ્યામાં કેસ રેકોર્ડ થવાના ક્રમમાં ભારતનો દુર્ભાગ્યપૂર્ણ નંબર આવ્યો છે. દૈનિક કેસોની દૃષ્ટિએ ભારત અમેરિકાથી પણ આગળ નીકળી ગયું છે. સત્તાવાર આંકડા અનુસાર ભારતમાં સરેરાશ દરરોજ ૬૯૫૫૮ નવા કેસ નોંધાયાં છે. અમેરિકા બાદ કેસોની કુલ સંખ્યામાં ભારતનો ક્રમ ત્રીજા નંબરે છે. બ્રાઝીલ કુલ કેસોની સંખ્યામાં બીજા નંબરે છે અને ત્યાં ભારત કરતાં ૩૫૦૦૦૦ કેસ નોંધાયાં છે. ભારતમાં કેસ બમણા થવાનો દર શુક્રવારે ૩૨ દિવસનો હતો. જ્યારે અમેરિકામાં આ દર ૯૬ દિવસનો અને બ્રાઝીલમાં ૬૮ દિવસનો હતો.આમ ભારતમાં તુલનાત્મક રીતે વધુ ચિંતાજનક રીતે કોરોનાના કેસ વધી રહ્યાં છે. જો કે આશ્વાસન લેવાની વાત એ છે કે મૃત્યુની સંખ્યા ઓછી છે. શુક્રવાર સુધી મૃત્યુઆંક ૬૨૭૦૩ હતો જે વૈશ્વિક સરેરાશ ૩.૪ ટકાની સામે ઘણો ઓછો હતો અને ભારતની ટકાવારી ૧.૮ ટકા છે. આમ ગ્લોબલ કોવીડ-૧૯ ગ્રાફમાં ભારત હવે ટોચ પર છે ત્યારે દેશના આરોગ્ય પ્રધાન શું કહેવા માગે છે ? આરોગ્ય પ્રધાન ડો.હર્ષવર્દન રીકવરી પર વધુ ધ્યાન કેન્દ્રીત કરી રહ્યાં છે અને ટેસ્ટીંગની સંખ્યામાં વધારાને સીધી ગણે છે. પરંતુ ભારત હવે સ્પ્ટે.માં સૌથી ટોચ પર પહોચી જશે એવું ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ તામિલનાડુ ખાતેના ક્લિનીકલ વાયરોલોજીના પૂર્વ વડા ડો.ઠેકેકારા જેકબ જ્હોન જણાવે છે. તેમણે જણાવ્યું છે કે સરકારે કડક લોકડાઉનમાંથી કાળજીપૂર્વકની એક્ઝીટ સ્ટ્રેટેજીને અનુસરી નથી. આ ચેતવણી કેન્દ્રીય આરોગ્ય પ્રધાને અવગણવી જોઇએ નહીં.

 

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks