ઘટનાને રર દિવસ થવા છતાં હત્યાનો ભેદ ઉકેલાયો નથી પાલનપુરના વેપારીની નિર્દયી હત્યા કરનારાઓને ઝડપી પાડવાની માંગ

(સંવાદદાતા દ્વારા)

.મોડાસા, તા.પ

બનાસકાંઠાના પાલનપુરના જૂના લક્ષ્મીપુરા વિસ્તારના નવલપાર્ક સોસાયટીમાં રહેતા અને શહેરમાં તાલુકા પંચાયત આગળના કોમ્પ્લેક્ષમાં ચિલ્ડ્રનવેરની દુકાન ધરાવતા વેપારી દલપતભાઈ ઈશ્વરભાઈ પ્રજાપતિ ઉઘરાણી જવાનું કહીને નીકળ્યા બાદ મોડીસાંજે આકેસણ નજીક વેપારીની ઝાડ સાથે બાંધીને સળગાવી દીધેલી હાલતમાં લાશ મળી આવતા ભારે ચકચાર મચી હતી. આ ઘટનાને ૨૨ દિવસથી વધુ સમય થયો હોવા છતાં પોલીસ હત્યાનો ભેદ ઉકેલવામાં નિષ્ફળ રહેતા અરવલ્લી જીલ્લા અખિલ ભારતીય (પ્રજાપતિ) કુંભાર સંઘ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી યોગ્ય ન્યાયિક તપાસ થાય અને હત્યારાઓને ઝડપી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવેની માંગ કરી હતી. પાલનપુરમાં પ્રજાપતિ સમાજના અગ્રણીની હત્યા મામલે ન્યાય આપવા અરવલ્લી જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં પ્રજાપતિ સમાજના અગ્રણીઓએ આજે અરવલ્લી જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપીને પ્રજાપતિ સમાજના અગ્રણીની હત્યા મામલે પોલીસ સત્વરે કાર્યવાહી કરે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી છે.

 

 

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks