(સંવાદદાતા દ્વારા) માળિયામિંયાણા, તા.૨
માળિયામિંયાણા રણકાંઠા વિસ્તારમાં આવેલ કચ્છનું નાનુરણ ઘુડખર અભયારણ્ય તરીકે જાહેર થયેલ છે. જેમાં એશિયાના સૌથી વધુ ઘુડખરો આ અભ્યારણ્યમાં જોવા મળે છે. સન.૧૯૭૨માં આ રણ વિસ્તાર વાઈલ્ડલાઈફ સેન્ચુરીયન તરીકે જાહેર કર્યું છે. ઘુડખર અભ્યારણ્યની અંદર બિનઅધિકૃત રીતે વિન્ડફાર્મ તેમજ મીઠાના અગરોમાં ચાલતા પાળાના બાંધકામમાં વપરાતા યાંત્રિક મશીનરો તેમજ વિન્ડફાર્મના ઘોંઘાટ અને હિટાચી, જેસીબી, ટ્રેકટરો, ડમ્પરો દ્વારા મોટા પાળા બાંધીને મીઠાનું ઉત્પાદન કરવા હજારો એકર જમીનમાં મીઠા ઉદ્યોગ તેમજ વિન્ડફાર્મ ખડકી દેવાયા છે જ્યારે ટીકર વેણાસર ચીખલી જેવી જમીનો પર મીઠાનું ઉત્પાદન ચાલુ છે. આ તમામ વિસ્તારો ઘુડખર અભ્યારણ્યના જાહેરનામા બાદ અભ્યારણ્ય વિસ્તારમાં સામેલ છે. ભારત સરકારના વન પર્યાવરણ વિભાગ દ્વારા ઈ.સ ૧૯૭૨માં કચ્છના નાનારણને ઘુડખર અભ્યારણ્ય જાહેર કરેલ છે. જેમાં વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ અભ્યારણ્ય વિસ્તારની ૧૦ કિ.મી.ની ત્રિજ્યામાં વન્યપ્રાણીઓ માટે જોખમી હોય તેવી કોઈ વ્યાપારિક કે ઈન્ડસ્ટ્રીયલ જેવી પ્રવૃત્તિઓ કરવાની મંજૂરી આપી શકાતી નથી છતાં વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન એક્ટ ઈ.સ. ૧૯૮૬ હેઠળ વન્યપ્રાણીઓના નેર્સીગ જીવનમાં ખલેલ પહોંચાડતી પ્રવૃતિઓને તાત્કાલિક અટકાવવી જવાબદાર પાર્ટી સામે વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન એક્ટ હેઠળ ગુનો નોંધી તાત્કાલિક વન્યપ્રાણીના હિતમાં ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિઓ બંધ કરાવી જવાબદારો સામે કાર્યવાહી કરવા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરેલ છે. આ પ્રવૃતિઓ સામે દિવસ ૧૫મા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવે તો વન્યપ્રાણીની નૈસર્ગિક જીવનમાં ખલેલ પહોંચાડતી પ્રવૃત્તિઓમાં જે તે જવાબદાર અધિકારીઓની સંડોવણીને ધ્યાને લઈ ગુજરાત હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.