ભાવનગર, તા.૧૧
ચાર વર્ષની બાળકી કોરોના પોઝિટિવ નોંધાઈ છે. કોરોના વાયરસ હવે ગ્રામ્ય પંથકમાં પગ પેસારો થયો છે. તદ્દઉપરાંત નાના બાળકોમાં પણ કોરોના વાયરસનાં સકંજામાં સપડાઈ રહ્યા છે.
ભાવનગર શહેરને જાણ કે, કોરોના વાયરસે ભરડામાં લીધુ હોય તેમ અત્યાર સુધી રર કેસો પોઝિટિવ નોંધાય છે. તેમજ બે વ્યકિતઓનાં મૃત્યુ થઈ ચૂકયા છે. કોરોના વાયરસનું પ્રમાણ જે વિસ્તારમાં છે તે બે વિસ્તારો સાંઢિયાવાડ અને રૂવાપરી રોડને હોટ સ્પોટ જાહેર કરી દેવામાં આવ્યા છે. તેની સાથો-સાથ હોટ સ્પોટ એરીયામાં કોરોના વાયરસનાં સેમ્પલો લેવાની પ્રક્રિયા પણ વહિવટી તંત્ર દ્વારા તેજ બનાવી દેવામાં આવી છે અને આ વિસ્તારોને સંપુર્ણ પણે લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. ભાવનગરમાં વહીવટી તંત્ર, આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે હવે ભાવનગર સીટીની સાથો સાથ ગ્રામ્ય પંથકમાં પણ પગપેસારો કર્યો હોય તેમ ઘોઘાનાં મચ્છીવાડા વિસ્તારમાં રહેતી ફરીદા બિનિયામીન શેખ (ઉ.વ.૪)નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેમજ ૧૦ કોરોનાનાં સેમ્પલો લેવાયા હતા તે તમામ સેમ્પલોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. કોરોના વાયરસે ગ્રામ્ય પંથકમાં પણ પગપેસારો કર્યો છે. કુલ પોઝિટિવ કેસોની સંખ્યા ર૩ પર પહોંચી છે. ભાવનગરમાં વધુ એક મહિલા કોરોના વાયરસ મુકત થતા રજા અપાઈ હતી.