ચંદનના પિતાને જાનનું જોખમ હોવાના બનાવટી સમાચાર ANIના પત્રકારે આપ્યા

(એજન્સી) તા.ર
કોમી રીતે સંવેદનશીલ કાસગંજના એક ઉચ્ચ પોલીસ અધિકારીએ ખુલાસો કર્યો હતો કે એ.એન.આઈ. નામની ન્યુઝ એજન્સી દ્વારા ગુરૂવારની રાત્રે મૃતક ચંદન ગુપ્તાના પિતાને ધમકીઓ મળી હોવાના સમાચાર આપવામાં આવ્યા છે તે સદંતર ખોટા છે. કાસગંજના પોલીસ સુપ્રીન્ટેન્ડન્ટ પિયુષ શ્રીવાસ્તવએ પત્રકારોને કહ્યું હતું કે એએનઆઈના દિલ્હી સ્થિત ઉચ્ચ પદાધિકારીઓ સામે તેમણે આ બાબતે નારાજગી દર્શાવી હતી. તેમણે પત્રકારોને કહ્યું હતું કે હું તમને જણાવવા માંગું છું કે એએનઆઈ નામની એક ન્યુઝ ચેનલ છે. આ ચેનલનો એક પત્રકાર અમારી પાસેથી સત્તાવાર માહિતી મેળવ્યા વગર જ સમાચાર આપે છે. હું તમને વિનંતી કરવા માંગું છું કે જ્યારે પણ તમે કાસગંજ વિશે કોઈ સમાચાર બતાવો ત્યારે અમારી પાસેથી સત્તાવાર સમાચાર મેળવી લો. મે દિલ્હી સ્થિત તેના ઉચ્ચ અધિકારીઓ સાથે આ સંદર્ભે વાત કરી છે અને તે પત્રકાર વિરૂદ્ધ પગલાં લેવાનું કહ્યું છે અમે તે પત્રકારની ફરિયાદ પણ દાખલ કરી છે કે જેથી આવી ઘટનાઓ ફરીથી ન બને અમારા ધ્યાનમાં આવ્યું છે કે એએનઆઈના પત્રકાર દ્વારા અપ્રમાણિકતા આચરવામાં આવી છે. અમને એ પણ ધ્યાનમાં આવ્યું છે કે મિડિયાના જ એક વ્યક્તિએ મૃતક ચંદન ગુપ્તાના પિતા ઉપર નિવેદન આપવા દબાણ કર્યું હતું. અમે એ વિશે પણ તપાસ કરી રહ્યા છીએ. જો કોઈ દોષી સાબિત થશે તો તે વ્યક્તિ વિરૂદ્ધ કડક પગલાં ભરવામાં આવશે. એએનઆઈ દ્વારા ગુરૂવારે મોડી રાત્રે બે સમાચારો બતાવવામાં આવ્યા હતાં. આ સમાચારો ચંદન ગુપ્તાના પિતાને કેટલાક અજાણ્યા બાઈક સવારો દ્વારા મળેલી ધમકી બાબતે તેમણે કરેલા ટિ્‌વટ વિશે હતાં. ચંદન ગુપ્તાના પિતાએ ટિ્‌વટ કરીને કહ્યું હતું કે હું બહાર બેઠો હતો. સવારમાં કેટલાક લોકો બાઈક પર આવ્યા હતા. તેમણે થોડાક સમય માટે બાઈક રોકીને કહ્યું હતું કે આરોપીઓ જેલમાં જશે પરંતુ ત્યાં હજુ બીજા લોકો છે. અમારી સાથે દુશ્મની ન કરો. અમે તમને જોઈ લઈશું. અમારી જીંદગી મુશ્કેલીમાં છે. મારી દીકરી પણ મુશ્કેલીમાં છે. મેં ન્યાયતંત્ર અને યોગીજી પાસે માંગણી કરી છે કે અમને લાયસન્સવાળા શસ્ત્રો આપવામાં આવે કે જેથી અમે અમારી સુરક્ષા કરી શકીએ. જ્યાં સુધી અમને ભય છે ત્યાં સુધી અમે સુરક્ષાકર્મીઓની પણ માગણી કરી છે. એક ઉચ્ચ પોલીસ અધિકારીએ જનતા કા રિપોર્ટર નામની ન્યુઝ એજન્સીને જણાવ્યું હતું કે ચંદનના પિતાને કથિત ધમકી વિશે નિવેદન આપવાં એએનઆઈના પત્રકાર દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું. પોલીસ અધિકારીએ કહ્યું હતું કે આ નિવેદનના કારણે વધારે હિંસા ફેલાવવાની શક્યતા છે. આ એક જ ખૂબ જ બેજવાબદાર પગલું હતું. અમે ચેનલ સમક્ષ પત્રકાર વિરૂદ્ધ કડક પગલા લેવાની માગણી કરી છે. પોલીસ પણ એ પત્રકાર સામે યોગ્ય પગલા લેશે. એએનઆઈના માલિક સ્મિતા પ્રકાશે જનતા કા રિપોર્ટરને જણાવ્યું હતું કે તેમને આ સમગ્ર બાબત વિશે કોઈ જાણકારી નથી. સ્થાનિક સંવાદદાતાઓ મુજબ ગુરૂવારે રાત્રે કેટલાક પત્રકારો ગુપ્તાના ઘરે આવ્યા હતાં અને તેમને ધમકી વિશે ખોટું નિવેદન આપવા માટે વિનંતી કરી હતી. તેમને જાનનું જોખમ હોવાના નિવેદનને લીધે તેમને વહેલા ન્યાય મળી જશે એમ કહેવામાં આવ્યું હતું. એએનઆઈના આ વિશેના અહેવાલનેુ દરેક ન્યુઝ ચેનલ દ્વારા શુક્રવારની સવાર સુધીમાં બતાવવામાં આવ્યું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks