બાવળા, તા.૫
ચાંગોદર પો.સ્ટે.ના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર એમ.વી. પટેલે અલગ અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરેલ. જેના ફળ સ્વરૂપે ઈ.પો.ઈન્સ. એમ.વી. પટેલ તથા પો.કો. ધર્મેન્દ્રસિંહને બાતમી મળેલ કે, ખૂનના ગુના સંબંધેનો શકમંદ ધોળકાના બજારમાં ફરે છે જે બાબતની ચોક્કસ હકીકત આધારે બંને ટીમ સાથે ધોળકા આવી ગયેલ. ધોળકા મેનાબેન ટાવર પાસેથી આરોપીને પકડી પાડેલ અને આગવી ઢબે પૂછપરછ કરતા મરણજનાર ખોડાભાઈ ઠાકોર આરોપીની પત્નીની છેડતી કરતો હોય જે જોઈ જતાં તેને લાકડાના ધોકાથી માથામાં મારી અને છરીથી ગળુકાપી હત્યા કરેલ હોવાનું કબુલાત કરેલ છે. આ હત્યા પ્રકરણના આરોપી કાળુભાઈ શંકરાભાઈ દેવીપૂજક (રહે. ચાંદણા, તા.માતર)ને જેલ હવાલે કરેલ છે.
Facebook
0
Twitter
0