ચાર રાજ્યોના સર્વેક્ષણમાં સામેલ ૯૪ ટકા બાળકો પાસે ઇ-શિક્ષણ માટે સ્માર્ટ ફોન કે ઇન્ટરનેટ ઉપલબ્ધ નથી : ક્રાય

 

(એજન્સી) તા.૧૮
દક્ષિણના ચાર રાજ્યોના બાળકોમાં હાથ ધરાયેલ એક સર્વેક્ષણમાં એવું બહાર આવ્યું છે કે આ ચાર રાજ્યોના ૯૪ ટકા બાળકો પાસે ઓનલાઇન શિક્ષણ મેળવવા સ્માર્ટ ફોન કે ઇન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ નથી. મે-જૂનમાં બાળ અધિકાર સંસ્થા ચાઇલ્ડ રાઇટ્‌સ એન્ડ યુ (ક્રાય) દ્વારા હાથ ધરવામાં આવેલ એક અભ્યાસમાં કર્ણાટક, તામિલનાડુ, આંધ્રપ્રદેશ અને તેલંગાણાના ૫૯૮૭ બાળકોને આવરી લેવામાં આવ્યાં હતાં.
આ જાણકારી ક્રાયના સામુદાયિક આયોજકો પાસેથી ટેલિફોન ઇન્ટરવ્યૂના માધ્યમથી એકત્ર કરવામાં આવી હતી. આ અભ્યાસનો હેતુ ૧૧થી ૧૮ વર્ષની વયજૂથમાં બાળકોની ઇન્ટરનેટ પહોંચ પર એક સત્યશોધક મિશન હાથ ધરવાનો હતો. સ્કૂલો બંધ હોવાથી અને કોવિડ-૧૯ મહામારીને કારણે ગતિશીલતા મર્યાદિત હોવાથી ક્રાય ઓનલાઇન્સ શિક્ષણ માટેની ક્ષમતાની વાસ્તવિકતા ચકાસવા માગતું હતું.
અભ્યાસમાં એવું બહાર આવ્યું છે કે કર્ણાટકમાં મોટા ભાગના બાળકો એટલે કે ૧૪૪૫ બાળકોમાંથી માત્ર ૯ ટકા પાસે જ સ્માર્ટ ફોન છે જ્યારે તામિલનાડુમાં ૧૭૪૦ બાળકોમાંથી માત્ર ૩ ટકા બાળકો પાસેજ સ્માર્ટ ફોન હતાં. અભ્યાસમાં બીજી એક હકીકત એ બહાર આવી છે કે ૯૫ ટકા પરિવારોની વાર્ષિક આવક રૂા. ૧ લાખથી ઓછી છે. અભ્યાસ અનુસાર પર્યાપ્ત સંસાધનો વગર અને લઘુત્તમ જરુરિયાતના સંદર્ભમાં એક સ્માર્ટ ફોન હોવો એ લક્ઝરી છે જે ૨-૩થી વધુ પરિવારો માટે એક માત્ર આશા સમાન છે. અભ્યાસમાં બહાર આવ્યું છે કે સર્વેક્ષણમાં સામેલ લગભગ ૯૪ ટકા બાળકો પાસે સ્માર્ટ ફોન કે ઇન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ નથી. જ્યારે ૬ ટકા બાળકો પાસે સ્માર્ટ ફોનની સુવિધા છે અને ૨૯ ટકા પોતાના પરિવારના સભ્યોના ફોન સુધી પહોંચ ધરાવે છે. સાથે જ આમાંથી ૫૫ ટકા બાળકોને સપ્તાહમાં ત્રણ દિવસ કે તેનાથી ઓછા સમય માટે જ સ્માર્ટ ફોનની સુવિધા મળે છે જ્યારે ૭૭ ટકાને દરરોજ બે કલાકથી પણ ઓછા સમય માટે જ સ્માર્ટ ફોનની સુવિધા ઉપલબ્ધ બને છે. ક્રાય સાઉથના રીજ્યોનલ ડાયરેક્ટર કાર્તિક નારાયણે ચેતવણી આપી છે કે અભ્યાસ દ્વારા એવું બહાર આવ્યું છે કે સમાજના હાંસિયામાં ધકેલાઇ ગયેલા બાળકો અગાઉ કરતાં ઘણા નબળા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts