(એજન્સી) તા.૧૮
ભારતની સરહદે આવેલી વાસ્તવિક અંકુશ રેખા ઉપર યથાવત સ્થિતિને બદલી નાંખવા લશ્કરી તાકાતનો પ્રયોગ કરવાની ચીનની હરકતને અમેરિકાની સેનેટમાં પસાર થયેલા એક ઠરાવમાં આકરા શબ્દોમાં વખોડી નાંખવામાં આવી હતી અને આ મુદ્દાનો રાજદ્વારી પદ્ધતિએ ઉકેલ લાવવા હાકલ કરી હતી.
ગત ૫ મેના રોજથી પૂર્વ લદાખમાં આવેલી વાસ્તવિક અંકુશ રેખાના જુદા જુદા વિસ્તારોમાં ભારત અને ચીનનું લશ્કર હાઇએલર્ટ ઉપર છે, અને ગત ૧૫ જૂનના રોજ જેમાં ભારતના ૨૦ જવાનો શહીદ થઇ ગયા હતા તે ચીન અને ભારતના સૈનિકો વચ્ચે થયેલી હિંસક ઝપાઝપી બાદ સ્થિતિ વધુ કથળી ગઇ છે. ચીનના પક્ષે પણ મોટી જાનહાની થઈ હતી પરંતુ તેણે તેના કેટલા જવાનો માર્યા ગયા હતા તેની કોઇ માહિતી જાહેર કરી નહોતી. સેનેટર જ્હોન કોર્નિન અને માર્ક વોર્નર દ્વારા રજૂ કરાયેલા ઠરાવમાં ચીનના સુરક્ષા અને સલામતીના જોખમ સામે ભારતે તેના સંદેશાવ્યવહારના માળખાને વધુ સુરક્ષિત બનાવ્યું તે બદલ ભારતની ભારોભાર પ્રસંશા કરવામાં આવી હતી. તે ઉપરાંત ઠરાવમાં ઇન્ડો-પેસિફિક વિસ્તારમાં નિયમ આધારિત વ્યવસ્થા સ્થાપિત કરવા કોડ્રીલેટરલ સિક્યુરિટિ ડાયલોડ (ચાર સ્તરની સુરક્ષા મંત્રણા-ઊજીડ્ઢ) હાથ ધરવા જેવી દ્વિપક્ષીય અને બહુપક્ષીય ભાગીદારીનો અભિગમ અપનાવવા બદલ પણ ભારતની પ્રસંશા કરવામાં આવી હતી. ઊજીડ્ઢને ઊેટ્ઠઙ્ઘ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે એક અવિધિસરનું રાજદ્વારી ફોરમ છે. રાજદ્વારી અને લશ્કરી વ્યવસ્થાને સામાન્ય રીતે ઇન્ડો-પેસિફ્ક પ્રદેશમાં ચીનની વધેલી લશ્કરી અને આર્થિક તાકાતની સામેના પ્રતિકાર તરીકે જોવામાં આવે છે. ગત સપ્તાહે અમેરિકાની સેનેટમાં રજૂ કરાયેલા આ ઠરાવને હવે વધુ વિચારણા માટે સેનેટની વિદેશી બાબતોની સમિતિને મોકલવામાં આવ્યો છે. કોર્નિન સેનેટમાં રિપબ્લિક પક્ષના મુખ્ય દંડક છે જ્યારે વોર્નર સેનેટની જાસુસી બાબતોની પસંદગી સમિતિના સભ્ય છે. પૂર્વ લદાખમાં આવેલી વાસ્તવિક અંકુશ રેખા ઉપર યથાવત સ્થિતિને બદલી નાંખવાના એક પ્રયાસ તરીકે લશ્કરી તાકાતનો ઉપયોગ કરવા બદલ ચીનની ઝાટકણી કાઢતા ઠરાવમાં કહેવામાં આવ્યું હતું કે મેરિકા અરણાચલ પ્રદેશ અને મેકમોહન લાઇનને સ્વિકૃતિ આપે છે અને તેને માન્ય રાખે છે, એટલું જ નહીં પરંતુ ભારત અને ચીન વચ્ચે પ્રવર્તી રહેલા સરહદી વિવાદના ઉકેલ માટે રાજદ્વારી ઉકેલ લાવવાના પ્રયાસોને પ્રોત્સાહન આપે છે.