ચૂંટણી પ્રચાર દરમિયાન શિવરાજસિંહ ચૌહાણે પિત્તો ગુમાવ્યો, સુરક્ષાકર્મીને થપ્પડ મારી

(એજન્સી) ભોપાલ, તા. ૧૬
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચોહાણ પોતાના સુરક્ષાકર્મીને થપ્પડ મારવાનો એક વીડિયો વાયરલ બન્યો હતો. ઘટના રવિવારની છે. શિવરાજ નગર પાલિકાના ચૂંટણી પ્રચાર માટે સરદારપુર આવ્યાં હતા. તેમણે ત્યાં રોડ શો પણ કર્યો. રસ્તા પર ફરતી વખતે અચાનક શિવરાજે પોતાના એક સુરક્ષા કર્મીને થપ્પડ મારી દીધી હતી અને તેને ધક્કો મારીને એક બાજુ કરી દીધો હતો. મુખ્યમંત્રી દ્વારા સુરક્ષાકર્મીને થપ્પડ માર્યાનો વીડિયો પણ વાયરલ બન્યો હતો અને આ સમયે પ્રદેશની રાજનીતિમાં આ ઘટના ચર્ચાની ચગદોળે ચડી છે. મધ્યપ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા કેકે મિશ્રાએ મુખ્યમંત્રીની સામે ધારા ૩૩૨ તથા ૩૫૩ હેઠળ કેસ દાખલ કરવાની માગ કરી છે. મિશ્રાએ કહ્યુંમ કે મુખ્યમંત્રીએ ફરજ પરના એક સરકારી કર્મચારી પર હાથ ઉઠાવ્યો છે. આ કાયદા પ્રમાણે અપરાધ છે. તેમની સામે કાર્યવાહી થવી જોઈએ. તેમણે કહ્યું કે કાયદાની નજરે બધા સરખા છે. મુખ્યમંત્રીની સામે કેસ દાખલ થવો જોઈએ. પોલીસને આ વાતની કોઈ સાબિતીની જરૂર નથી. આ ઘટનાનો વીડિયો વાયરલ બન્યો છે બધી જગ્યાએ ઉપલબ્ધ છે. આ સંબંધમાં મુખ્યમંત્રીની વાત જાણવા માટે જ્યારે તેમનો સંપર્ક સાધવામાં આવ્યો ત્યારે ત્યાં હાજર રહેલા અધિકારીઓએ કહ્યું કે મુખ્યમંત્રી હાજર તો છે પરંતુ આ સંબંધમાં તેઓ કોઈ પ્રતિક્રિયા નહી આપે. મિશ્રાએ કહ્યું કે ચૂંટણીમાં લાભ મેળવવા માટે મુખ્યમંત્રીએ આવું કર્યું છે. તેઓ રાજ્યના લોકોને જણાવવા માંગે છે કે તેમને માટે જનતા સર્વોપરી છે. જનતા માટે તેઓ કંઈ પણ કરી શકે છે તેથી રસ્તે ચાલી રહેલા સુરક્ષાકર્મીને થપ્પડ મારીને ધક્કો માર્યો હતો. કોંગ્રેસ નેતાએ આ કેસમાં સંઘ પ્રમુખ મોહન ભાગવતને સવાલ પૂછ્યો કે એક બાજુ તેઓ સામાજિક સમરસતાની વાતો કરી રહ્યાં છે તો બીજું બાજુ મુખ્યમંત્રી તેમના સુરક્ષાકર્મી પર કારણ વગર હાથ ઉપાડી રહ્યાં છે. શું આ સંઘની સમરસતા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks