ચૂંટણી વખતે તો દલિતો ભાઈઓ અને બહેનો બની જાય છે પણ જેવી ચૂંટણી ખતમ કે પાછા અસ્પૃશ્ય બની જાય છે

(એજન્સી) તા.૧
સિહોર અને વિદિશા જિલ્લામાં સામાજિક રીતે બહિષ્કૃત થયેલા લોકોએ આક્ષેપ કર્યો હતો કે, “મંદિરોમાં પ્રવેશ તો ભૂલી જાવ, તેઓ (સામાજિક રીતે પ્રભાવશાળી ‘ઉચ્ચ’ જાતિના લોકો) અમને મંદીરની સીડીઓ ચઢવા પણ દેતા નથી.”
ઉલ્લેખનીય છે કે, વિદિશા સંસદીય ક્ષેત્રનું પ્રતિનિધિત્વ, ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી, ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન સુષ્મા સ્વરાજ અને ભૂતપૂર્વ મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે સિહોર તો શિવરાજ સિંહ ચૌહાણનું જન્મસ્થળ છે.
ભોપાલ/વિદિશા (મધ્યપ્રદેશ) : ભારતમાં દલિતોને, માત્ર ચૂંટણી સમયે જ સમાન નાગરિક ગણવામાં આવે છે. એકવાર ચૂંટણીઓ સમાપ્ત થઈ જાય, પછી પાછાં, તેઓ અસ્પૃશ્ય બની જાય છે. ત્યારબાદ તો આ લોકોને અકલ્પનીય ભેદભાવનો સામનો કરવો પડે છે. આ દલિતો હજારો વર્ષોથી હિંસા, કલંક અને પૂર્વગ્રહને સહન કરે છે. આ દલિત સમુદાય કે જેને અસ્પૃશ્ય ગણવામાં આવે છે, તેઓ તેમના જન્મથી જ આજીવન હાંસિયામાં, બાકાત અને તેમના માનવ અધિકારોના ભંગનો અનુભવ કરે છે. તેઓને મંદિરોમાં પ્રવેશ આપવામાં આવતો નથી કે ના તો પૂજારી તેમના ઘરે આવે છે.
ભોપાલ, વિદિશા અને સિહોર જિલ્લાના એવા કેટલાય ગામો છે, જ્યાં માત્ર દલિતો વસે છે. ઈચ્છાવર ગામ, સિહોરનું મુખ્ય મથક છે, જે જિલ્લાથી ૭૦ કિલોમીટર દૂર છે, ત્યાં ૧૦૦થી વધુ ઘરો નથી.
ત્યાંના રહેવાસીઓએ આરોપ લગાવ્યો છે કે, ભેદભાવના કારણે તેમને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જમીનની લીઝ અને ઘર પણ મળ્યું નથી. લીલાબાઈ, એક ગ્રામીણ છે જે, દરેક તબક્કે, ભેદભાવનો સામનો કરે છે તેમણે આરોપ લગાવતા કહ્યું છે કે, “મારા ઘરની હાલત એવી થઈ ગઈ છે કે, અમારા સંબંધીઓએ પણ અમને મળવાનું બંધ કરી દીધું છે.”
રેશમ બાઈ નામની એક મહિલાએ કહ્યું કે, તેણેએ ઉપવાસ રાખ્યા હતા અને તેમના ઘરે પૂજા રાખી હતી. પરંતુ મંદિરના પૂજારીએ તેના ઘરે આવવાની ના પાડી દીધી હતી. તેણે કહ્યું, “તેઓ અમને ગામના એકમાત્ર રામ મંદિરમાં જવા દેતા નથી. મંદિરમાં પ્રવેશવાનું ભૂલી તો જાઓ, તેઓ અમને તેની સીડીઓ ચઢવા પણ નથી દેતા. લગ્નની વિધિના ભાગરૂપે, મંદિરમાં ભગવાનને નારિયેળ ચઢાવવામાં આવે છે. અમને મંદિરમાં પ્રવેશવાની મંજૂરી ન હોવાથી, અમે ઉચ્ચ જાતિના લોકોને નાળિયેર આપીએ છીએ અમને તેઓ અંદર જઇને ભગવાનને નાળિયેર અર્પણ કરે છે.”
તેણીએ કહ્યું, જ્યારે મંદિરમાં પૂજા હોય, ત્યારે તેઓ મંદિરની બહાર જ હળદર અને ચોખા છાંટીને પાછા આવી જાય છે.
આ દલિત ગામના લોકોએ જણાવ્યું કે, તેઓએ ગ્રામ પંચાયત અને ઉચ્ચ જાતિના લોકો સાથે આ મુદ્દો ઘણી વખત ઉઠાવ્યો છે પરંતુ તેનું કોઈ પરિણામ આવ્યું નથી.
તેઓએ કહ્યું કે, આ જ્ઞાતિવાદ તેમને મૃત્યુ પછી પણ છોડતો નથી. તેઓએ તેમના મૃતકોને બાળવાની વ્યવસ્થા અલગ બનાવી છે કારણ કે તેમને ગામના સ્મશાનમાં મૃતદેહ બાળવાની મંજૂરી નથી.
બલદેવસિંહ જાંગરાનો જન્મ આ ગામમાં થયો હતો અને હવે તેમના બાળકો પણ ત્યાં જ મોટા થઈ રહ્યા છે. તે બાળપણથી જ આ ભેદભાવનો સામનો કરી રહ્યાં છે.
તેમણે કહ્યું કે, “અમારી પાસે ક્યારેય પ્રાર્થના કરવા માટે કોઈ મંદિર નથી. અમારા ગામમાં પૂજા સ્થાનો, ’ઉચ્ચ’ જાતિના સમુદાયોના નિયંત્રણ હેઠળ છે, અને અમને ત્યાં પ્રવેશવાની મંજૂરી નથી. અમે મંદિરોમાં બહારથી દર્શન કરીએ છીએ. શું આ જાતિ ભેદભાવ નથી?”
એક ઘટનાને યાદ કરતાં તેમણે કહ્યું કે, તેમનો એક ગ્રામીણ સાથી, એક વખત ધાર્મિક મેળાવડામાં હાજરી આપવા મંદિરમાં ગયો હતો. તેમણે આરોપ લગાવ્યો કે, “તે પ્રસાદ લેવા મંદિરની અંદર ગયો પણ ’ઉચ્ચ’ જાતિના લોકોએ તેને બહાર ઊભા રહેવાનું કહીને બહાર કાઢી મૂક્યો હતો.” ગામની બહાર, એક હેન્ડપંપ છે જ્યાંથી રહેવાસીઓ પાણી ભરે છે.
ગ્રામજનોએ જણાવ્યું હતું કે, હેન્ડપંપ જ તેમનો પાણીનો એકમાત્ર સ્ત્રોત છે કારણ કે ગામમાં જે પાણીનું જોડાણ આવ્યું છે તે માત્ર નામ ખાતર છે.
મદનલાલે જણાવ્યું હતું કે, પાણીની પાઈપલાઈન નાખવામાં આવી રહી હતી ત્યારે તેણે અન્ય લોકો સાથે મળીને પૈસા આપ્યા હતા, પરંતુ તેનો કોઈ ફાયદો થયો ન હતો. તેઓએ આક્ષેપ કર્યો હતો કે, આ ભેદભાવને કારણે જ છે.
તેમણે આરોપ લગાવ્યો કે, “ન તો અમારી પાસે સૌથી પ્રાથમિક જરૂરિયાત પાણીનો કોઈ સ્ત્રોત છે, ન તો અમને લીઝ પર જમીન મળે છે, ના તો અમારી પાસે પૂજા કરવા માટે કોઈ મંદિર છે. જો અમે અમારા ઘરે પૂજાનું આયોજન કરીએ છીએ, તો અમને પૂજા કરવા માટે કોઈ પૂજારી મળતો નથી. પંડિતો અમારા ઘરે આવવાની ચોખ્ખી ના ભણે છે.
અમને ’નીચલી’ જાતિના અને ’અસ્પૃશ્ય’ ગણવામાં આવે છે. અમને ’ચમાર’ (સામાન્ય રીતે વ્યવસાયે મોચી), ’ધોબી’ (જે પરંપરાગત રીતે ધોબી છે), ’ બલાઈ’ (સામાન્ય રીતે વ્યવસાયે વણકર), ’ભંગી’ (પરંપરાગત રીતે સફાઈ કામદાર), વગેરે, કહીને અપમાનિત કરવામાં આવે છે.”
તેઓએ કહ્યું કે, આવો ભેદભાવ માત્ર ખેરી ગામ પૂરતો સીમિત નથી, આ ભેદભાવ તો સમગ્ર રાજ્ય અને દેશમાં દલિતો સાથે થાય છે.
સિહોર જિલ્લાના મુખ્ય મથકને અડીને આવેલા ચાંદબારહના રહેવાસીઓએ જણાવ્યું હતું કે, સિહોર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં દલિત પરિવારોને રોજિંદા જીવનમાં ભેદભાવ અને અપમાનનો સામનો કરવો પડે છે. આ વિસ્તારમાં દલિત સમુદાયની નોંધપાત્ર વસ્તી છે. અહીંના લોકોએ જણાવ્યું હતું કે,
તેઓએ હવે તેમના સમુદાય માટે એક અલગ મંદિર બનાવ્યું છે જેથી કોઈ તેમને તેની અંદર પ્રાર્થના કરવાથી રોકે નહીં. તેઓએ હજારો વર્ષોથી હિંસા, હાંસિયામાં, કલંક અને પૂર્વગ્રહ સહન કર્યા છે. મંદિરના નિર્માણ માટે જમીન એક બસંતકુમાર માલવીયા દ્વારા દાનમાં આપવામાં આવી છે.
તેમણે કહ્યું કે, માત્ર દલિતો માટે મંદિરની જરૂર છે કારણ કે સમુદાયને વિસ્તારના અન્ય મંદિરોમાં પ્રવેશવાની મંજૂરી નથી.
તેમણે વર્ણન કર્યું કે, “૨૨ જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના અભિષેક પ્રસંગે દરેક જગ્યાએ ભંડારા (સામુદાયિક રસોડા)નું આયોજન કરવામાં આવ્યું હતું, ખાસ કરીને મંદિરોમાં. જ્યારે મારા સાથી સમુદાયના માણસો ત્યાં ભોજન લેવા ગયા હતા, ત્યારે તેમને દૂરના સ્થળે બેસાડીને જમાડવામાં આવ્યા હતા.”
તેમણે ઉમેર્યું કે, દલિતો સામેના નફરતનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે સ્થાનિક મંદિરો અમારૂં નાણાકીય દાન પણ સ્વીકારતા નથી.
તેમણે કહ્યું, “મતદાન સમયે, તેઓ (રાજકારણીઓ અને ’ઉચ્ચ’ જાતિના લોકો) અમને તેમના ભાઈઓ અને બહેનો તરીકે બોલાવે છે. કેટલાક રાજકારણીઓ ક્યારેક અમારી સાથે અમારા ઘરમાં ભોજન જમે છે. પરંતુ તે હંમેશા સાબિત થયું છે કે, એક વખત ચૂંટણીઓ પૂરી થઈ જાય છે, પરિસ્થિતિ પાછી ’જૈસે થે’ જેવી થઈ જાય છે. તેઓ પહેલાની જેમ જ અમારો ઉપયોગ કરી લીધા પછી અમને દૂર કરી દે છે.”
રતનલાલ અહિરવાલ, ચાંદબારહમાં દલિત મંદિરની સંભાળ રાખે છે. તેમણે માળખા પર આક્ષેપ કર્યો હતો કે, મંદિરમાં વધુ બાંધકામની જરૂર છે પરંતુ ’ઉચ્ચ’ જાતિના લોકો બિનજરૂરી નોટંકી કરી રહ્યા છે.
તેમણે કહ્યું કે, આટલા વર્ષો પછી પણ સરકારે મંદિર માટે જમીનની લીઝ આપી નથી.
સિહોર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમાજમાં ભેદભાવના મુદ્દાને નજરઅંદાજ કરવાનો આરોપ છે. ૧૯ માર્ચે, સિહોર તહસીલના મુસ્કુરા ગામની મહિલાઓએ કલેક્ટર કચેરીમાં હંગામો મચાવ્યો હતો કારણ કે તેમને જાહેર નળમાંથી કથિત રીતે પાણી ખેંચતા અટકાવવામાં આવ્યા હતા.
તેઓએ જિલ્લા મેજિસ્ટ્રેટને મેમોરેન્ડમના રૂપમાં ફરિયાદ સોંપી હતી. તેઓએ રોજિંદા જીવનમાં કથિત ભેદભાવનો ઉલ્લેખ કર્યો છે.
પત્રકારો સાથે વાત કરતા વિરોધ કરી રહેલી મહિલાઓએ જણાવ્યું હતું કે, “ગામમાં અમારા સમુદાયના ૬૦ થી ૭૦ ઘરો છે. અન્ય સમુદાયના લોકો અમને જાહેર નળમાંથી પાણી લેવા દેતા નથી. તેઓ અમને અન્ય જગ્યાએથી પાણી લેવાનું કહે છે, પરંતુ અહીંથી નહીં. નળ કે જેના પર તેઓ તેમની માલિકીનો દાવો કરે છે. હરિજન (દલિત) વિસ્તારો અકલ્પનીય અસ્પૃશ્યતાનો સામનો કરે છે.”
તેઓએ હજારો વર્ષોથી હિંસા, હાંસિયામાં, કલંક અને પૂર્વગ્રહને સહન કર્યું છે. જા કે, સિહોર જિલ્લા મેજિસ્ટ્રેટ પ્રવીણ સિંહે ભેદભાવના આરોપને ફગાવી દીધો હતો. તેમણે દાવો કર્યો હતો કે, “મુસ્કરા ગામની ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ આવી કોઈ અસ્પૃશ્યતાની ઘટના બની નથી.”
ઉલટાનું તેમણે જણાવ્યું હતું કે, ગામની કેટલીક મહિલાઓ કલેક્ટર કચેરીએ આવી હતી અને સંયુક્ત કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં ગામમાં પાણીની સમસ્યાનો ઉલ્લેખ કર્યો હતો.
તેમણે કહ્યું, “હું પોતે આ મામલાની તપાસ કરવા માટે ત્યાં ગયો હતો. પાણીને લગતી કેટલીક સમસ્યાઓ હતી જે તે લોકો અમારા ધ્યાન પર લાવ્યા હતાં. ગામમાં કુલ નવ બોર છે, જેમાંથી હવે સાત બોર ફિક્સ કરીને કામકાજ માટે શરૂ કરી દેવામાં આવ્યા છે. અમને દલિત અત્યાચાર અને અસ્પૃશ્યતા સંબંધિત કંઈપણ મળ્યું નથી.”
ખેરી અને ચાંદબારહમાં કથિત અસ્પૃશ્યતા વિશે પૂછવામાં આવ્યું ત્યારે, તેમણે કહ્યું કે, તેમને આ અંગેની માહિતી મીડિયા દ્વારા જ મળી છે. તેમણે તપાસ માટે બંને સ્થળોએ અધિકારીઓની ટીમો મોકલવાનો દાવો કર્યો હતો.
તેમણે ઉમેર્યું,
“મેં એક ટીમ ત્યાં મોકલી છે અને જે જરૂરી હશે તેના તારણોનાં પરિણામોના આધારે, કાર્યવાહી કરવામાં આવશે.”
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (ઇજીજી), જે શાસક, ભારતીય જનતા પાર્ટી (મ્ત્નઁ)ના વૈચારિક માર્ગદર્શક છે, અને જેની સમગ્ર રાજ્યમાં પકડ છે તે પણ કથિત જાતિ-આધારિત ભેદભાવને સ્વીકારે છે અને તેને ગંભીર મુદ્દો ગણાવે છે.
ઇજીજીના એક વરિષ્ઠ કાર્યકર્તાએ કહ્યું,
“અસ્પૃશ્યતા હિન્દુ સમાજમાં તેની સ્થાપનાના પ્રથમ દિવસથી પ્રચલિત છે. અમે તેને દૂર કરવા લોકોમાં કામ કરી રહ્યા છીએ.”
તેઓએ હજારો વર્ષોથી હિંસા, હાંસિયામાં, કલંક અને પૂર્વગ્રહને સહન કર્યો છે.
તેમણે કહ્યું, “હિન્દુ સમાજનો એક જૂથ બીજાને મંદિરોમાં પ્રવેશવા દેતો નથી. તળાવ કે કૂવાઓમાંથી પાણી લેવામાં મુશ્કેલીઓ છે. સમાજના એક વર્ગને સ્મશાન પણ વહેંચવાની મંજૂરી નથી. તે દુર્ભાગ્યપૂર્ણ છે અને આવા નાના નાના સ્થળોએ થઈ રહ્યું છે, ખાસ કરીને ગામડાઓમાં. શહેરી વિસ્તારોમાં, તે ઓછું દેખાય છે અથવા લગભગ અસ્તિત્વમાં નથી. પરંતુ તે એક સત્ય છે કે કમનસીબે આ પ્રથા હજુ પણ છે. તેથી, અમે તેને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.” વિદિશા સંસદીય મતવિસ્તારમાં ખેરી અને મુસ્કરા ગામોનો અધિકારક્ષેત્ર છે.
હવે સવાલ એ થાય છે કે, આ મતવિસ્તાર સાથે મોટા નામો જોડાયેલા હોવા છતાં સમાજમાં પ્રવર્તતી કથિત અસમાનતા આજ સુધી કેમ નાબૂદ થઈ નથી.
(સૌ. : ધ મૂકનાયક)

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks