ચેકપોઇન્ટ ખોલવામાં આવી છે એવી અફવાઓ પછી હજારો લોકો ઉત્તર ગાઝામાં ઘરે પાછા ફરવાનો પ્રયાસ કરી રહ્યા છે

ગાઝામાં ઇઝરાયેલના યુદ્ધથી વિસ્થાપિત પેલેસ્ટીનીઓ તેમના ઘરે પાછા જવાનો પ્રયાસ કરતા ઉત્તર તરફ જાય છે.

વિસ્થાપિત પેલેસ્ટીનીઓ પીકઅપ ટ્રકની પાછળ સવારી કરી રહ્યા છે.

વિસ્થાપિત પેલેસ્ટીનીઓ મધ્યથી ઉત્તર ગાઝા તરફ જતા સમયે અમુક સામાન લઈ જાય છે.

ઉત્તર ગાઝામાં પાછા જવાની આશામાં વિસ્થાપિત
પેલેસ્ટીનીઓે અલ-રશીદ સ્ટ્રીટમાં આવી ગયા હતા

(એજન્સી) તા.૧પ
ગાઝામાં હજારો પેલેસ્ટીનીઓએ ચેકપોઇન્ટ ખોલવામાં આવી છે એવું સાંભળીને ઉત્તર તરફ આવી ગયા હતા. આ ચેકપોઈન્ટ બંધ હોવા છતાં ઘણા લોકો ગાઝા સિટી તરફ બંધ ચેકપોઇન્ટ પાર કરવામાં સફળ થયા હતા. રવિવારે આ મુસાફરી કરનારાઓએ ગાઝા શહેરની દક્ષિણે અલ-રશીદ સ્ટ્રીટ પર લશ્કરી ચોકી પાર કરવાની આશા રાખી હતી, પરંતુ ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું હતું કે આ માર્ગ ખુલ્લો હોવાના અહેવાલો સાચા નથી. આવા અનેક પરિવારો પેલેસ્ટીની પ્રદેશમાં મુખ્ય શહેરના કાટમાળમાં તેમના પ્રિયજનોની રાહ જોતા હતા. મહમૂદ અવદેહે કહ્યું કે તે તેની પત્નીની રાહ જોઈ રહ્યો છે, જે ૭ ઓક્ટોબરે યુદ્ધની શરૂઆતથી દક્ષિણના શહેર ખાન યુનિસમાં છે. તેણીએ મને ફોન પર કહ્યું કે લોકો દક્ષિણ ભાગ છોડીને ઉત્તર તરફ જઈ રહ્યા છે. તેણીએ મને કહ્યું કે જ્યાં સુધી સૈન્ય તેણીને ઉત્તર તરફ જવા દેવા માટે સંમત ન થાય ત્યાં સુધી તેણી ચેકપોઇન્ટ પર રાહ જોઈ રહી છે,” તેને આશા છે કે તેણી સુરક્ષિત રીતે આ ચેકપોઈંટ પાર કરી શકશે. એવી અફવાઓ પણ ફેલાઈ હતી કે ઈઝરાયેલી સેના મહિલાઓ, બાળકો અને ૫૦ વર્ષથી વધુ ઉંમરના પુરુષોને ઉત્તર તરફ જવાની મંજૂરી આપી રહી છે, આ દાવો સેનાએ નકારી કાઢ્યો હતો. ઈરાને ઈઝરાયેલ પર વિશાળ ડ્રોન અને મિસાઈલ હુમલો કર્યા પછી રવિવારે ગાઝામાં અન્યત્ર સ્થાનોએ લડાઈ ચાલુ રહી હતી.
ઈરાનનો ઈઝરાયેલી પ્રદેશ પર પ્રથમવાર સીધો હુમલો સીરિયાની રાજધાનીમાં તેહરાનના વાણિજ્ય દૂતાવાસ પર શંકાસ્પદ ઈઝરાયેલી હુમલાના બદલામાં કરવામાં આવ્યો હતો. તે હુમલામાં તેના બે જનરલો સહિત ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના સાત સભ્યો માર્યા ગયા હતા.
ખાલેદ અલ-નેમસે જણાવ્યું હતું કે, ૧૯૦ દિવસના યુદ્ધ પછી ઈરાનનો જવાબ મોડો આવ્યો છે. તમે અમારી વેદના જોઈ શકો છો. તેમનો પ્રતિભાવ બહુ મોડો આપવામાં આવ્યો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts