ચેન્નાઈની ૧૦ મેચોમાં સાતમી હાર કેદાર જાધવને મેદાન પર ચાલવા માટે પણ સ્કૂટરની જરૂર હોય છે : શ્રીકાંત

 

નવી દિલ્હી, તા.ર૦
રાજસ્થાન રોયલ્સ વિરૂદ્ધ ચેન્નાઈની હાર બાદ ભારતના પૂર્વકપ્તાન શ્રીકાંતે ધોનીની ઝાટકણી કાઢતા પૂરી સિઝનમાં ધોનીનું સિલેકશન હાસ્યાસ્પદ અને બકવાસ ગણાવ્યું છે. સોમવારે રોયલ્સ સામે થયેલી હાર ચેન્નાઈની સિઝનમાં સાતમી હાર હતી. ટીમના ૧૦ મેચોમાં ૬ પોઈન્ટ છે અને તે પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે. આઈપીએલના ઈતિહાસમાં ચેન્નાઈની ટીમનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. ટીમે જ્યારે પણ આ લીગમાં ભાગ લીધો છે તો પ્લેઓફ માટે કવોલિફાઈ કર્યું છે. જો કે આ વખતે તેનું ટોપ ફોરમાં પહોચવું મુશ્કેલ જણાઈ રહ્યું છે. મેચ બાદ ધોનીએ કહ્યું હતું કે યુવા ખેલાડીઓ તે રીતનો ‘સ્પાર્ક’ બતાવી શકયા નહીં. જેથી તેમને ટીમમાં સામેલ કરી શકાય. ધોનીના આ નિવેદનથી શ્રીકાંત ઘણા નારાજ થયા છે. તેમણે પીયુષ ચાવલા અને કેદાર જાધવને સતત ટીમમાં સ્થાન આપવા બદલ નિશાન સાધ્યું છે. તેમણે જાધવ વિશે કહ્યું કે તેને મેદાન ઉપર ચાલવા માટે પણ સ્કૂટરની જરૂર હોય છે. શ્રીકાંતે કહ્યું કે ધોની જે પ્રક્રિયાની વાત કરી રહ્યો છે. હું તેનાથી સહમત નથી. ટીમ સિલેકશનની પ્રક્રિયા જ ખોટી છે. તેમણે જગદીશન તરફ ઈશારો કરતા કહ્યું કે તે એક એવો ખેલાડી છે જેને પૂરતી તક મળી નથી. જગદીશને પૂરી સિઝનમાં એક મેચ રમી અને રોયલ ચેલેન્જર્સ વિરૂદ્ધ ૩૩ રન બનાવ્યા જ્યારે કેદાર જાધવે ૮ મેચોમાં કુલ ૬ર રન બનાવ્યા છે. શ્રીકાંતે કહ્યું કે ધોની શું કહેવા માંગે છે. જગદીશનમાં સ્પાર્ક નથી પણ સ્કૂટર જાધવમાં સ્પાર્ક છે. આ બેકારની વાત છે. ધોનીનો આ જવાબ માનવા હું તૈયાર નથી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks