
પ્રવીણની માતાએ ધ ક્વિન્ટને જણાવ્યું હતું કે, ‘નાની ઉંમરે તેના પતિને ગુમાવ્યો હોવાથી શર્મિલા છેલ્લા અઠવાડિયાથી અસ્વસ્થ હતી’
(એજન્સી) તા.૨૫
શંકાસ્પદ જાતિ હત્યાના કેસમાં ૨૨ વર્ષીય દલિત જી. પ્રવીણની તેના સાળા અને અન્ય ચારે મળીને હત્યા કર્યાના બે મહિના બાદ તેની પત્ની શર્મિલાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો, જે બાદ ૨૨ એપ્રિલ, સોમવારે તમિલનાડુના ચેન્નાઈની સરકારી હોસ્પિટલમાં તેનું અવસાન થયું હતું.
પ્રવીણના પરિવારના જણાવ્યા અનુસાર ૨૧ વર્ષીય શર્મિલાએ ૧૪ એપ્રિલે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો અને ચેન્નાઈની રાજીવ ગાંધી સરકારી જનરલ હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી. સોમવારે સાંજે લગભગ ૭ઃ૧૦ વાગ્યે તેનું નિધન થયું હતું.
પ્રવીણની માતા ચિત્રા (૪૩), એક ગૃહિણી છે, તેમણે ૨૩ એપ્રિલે ટેલિફોનિક વાતચીતમાં ધ ક્વિન્ટને જણાવ્યું હતું કે, ‘પ્રવીણના મૃત્યુ પછી શર્મિલા અસ્વસ્થ રહેતી હતી. અમે બધુ ભૂલીને જીવનને આગળ વધારવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ અમે ક્યારેય વિચાર્યું ન હતું કે, તે પોતાનું જીવન પણ સમાપ્ત કરી દેશે. આ બધું જાતિના કારણે થયું છે. શું અમારી જ્ઞાતિ અમારા જીવન કરતાં મહત્ત્વની છે ?’
૨૨ એપ્રિલના રોજ શર્મિલાના મૃત્યુના થોડા કલાકો પહેલા ચિત્રાએ તાંબરમના કમિશનરને લેખિત ફરિયાદ કરીને દાવો કર્યો હતો કે, પોલીસની તપાસમાં બેદરકારીને કારણે તેમની પુત્રવધૂએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તેમણે પ્રવીણના મૃત્યુની ઝ્રમ્-ઝ્રૈંડ્ઢ તપાસની માંગ કરી હતી.
પોલીસ અધિકારીઓએ ધ ક્વિન્ટને પુષ્ટિ કરી હતી કે, તેઓએ ફરિયાદની સંજ્ઞાન લીધી છે અને શર્મિલાને આત્મહત્યાના તરફ દોરી જવાના સંજોગોની તપાસ કરી રહ્યા છે.
‘પ્રવીણના મૃત્યુ પછી તે ભાંગી પડી હતી…’
ઓકટોબર ૨૦૨૩માં ચેન્નાઈના પલ્લીકરનાઈમાં કાર મિકેનિક પ્રવીણ અને કોલેજના ચોથા વર્ષના વિદ્યાર્થી શર્મિલાએ ભાગીને લગ્ન કરી લીધા હતા કારણ કે, તેના પરિવારને તે આંતર-જ્ઞાતિય લગ્ન કરે તે મંજૂર નહતું.
પ્રવીણ પરૈયાર જાતિના હતા, જે અનુસૂચિત જાતિ (જીઝ્ર) શ્રેણી હેઠળ આવે છે, જ્યારે શર્મિલા યાદવ જાતિના હતા, જે અન્ય પછાત વર્ગ ર્(ંમ્ઝ્ર) હેઠળ આવે છે.
શર્મિલાના મોટા ભાઈ દિનેશ (૨૪), શ્રીરામ (૧૮), સ્ટીફન કુમાર (૨૪), જોથી લિંગા (૨૫) અને વિષ્ણુ રાજ (૨૫)એ ભેગા મળીને ૨૪ ફેબ્રુઆરીએ પ્રવીણની હત્યા કરી દીધી હતી. હાલના સમયમાં ચેન્નાઈમાં જ્ઞાતિની હત્યાનો આ પ્રથમ કિસ્સાઓ છે.
આરોપીઓ પર ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની કલમ ૩૦૨ (હત્યા) અને ૧૪૯ (ગેરકાયદેસર મેળાપીપણું) અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની ૩(૨)(વી) (એટ્રોસિટી એક્ટ) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
ત્યારે ધ ક્વિન્ટ સાથે વાત કરતા શર્મિલાએ કહ્યું હતું : ‘મારા અને મારા પરિવાર સાથે જે થયું તે અત્યંત ત્રાસદાયક છે. હું નથી ઈચ્છતી કે અન્ય કોઈ આંતરજ્ઞાતિય દંપતીની સાથે આવું થાય. જે બન્યું છે તેના માટે અમને ન્યાય જોઈએ છે. હું ઈચ્છું છું કે, મારા ભાઈ અને અન્ય આરોપીઓ જેલમાં સડે. જે રીતે મારા પતિએ સહન કર્યું તેમ પણ તેમણે તેમના જીવનના અંતિમ દિવસ સુધી ભોગવવું જોઈએ. જો આમ થશે તો જ તે અન્ય લોકો માટે એક દાખલો બેસાડશે જેઓ જાતિ દ્વેષ અને હિંસામાં સામેલ થવા માંગે છે..
પ્રવીણના પરિવારના કહેવા પ્રમાણે શર્મિલા તેમની સાથે પલ્લીકરનાઈમાં રહેતી હતી અને તે તેના પતિની ખોટને સહન કરી શક્વા માટે અસમર્થ હતી.
ચિત્રાએ ધ ક્વિન્ટને કહ્યું, ‘પ્રવીણ શર્મિલા માટે સર્વસ્વ હતો. તેણે આટલી નાની ઉંમરે તેનો પતિ ગુમાવ્યો હતો તેથી તે અસ્વસ્થ રહેતી હતી. તે બરાબર ખાતી ન હોવાને કારણે તેના સ્વાસ્થ્ય પર પણ અસર થઈ રહી હતી. માર્ચ સુધી અમે બધા તેની ચિંતામાં હતા. અમને ખબર નહોતી પડતી કે શું કરવું. મારા અને મારા પતિ માટે શર્મિલા અમારી દીકરી હતી. તે અમને અમ્મા (માતા) અને અપ્પા (પિતા) કહીને બોલાવતી હતી.’
પ્રવીણના પરિવારજનોના જણાવ્યા મુજબ શર્મિલા પ્રવીણની તસવીર જોતી રહેતી અને કહેતી, ‘તેઓએ મારી સાથે આવું કેમ કર્યું ? તેઓ મારા પતિને કેવી રીતે મારી શકે ?’ જો કે, પરિવારે જણાવ્યું હતું કે, માર્ચના મધ્યમાં વસ્તુઓ સુધરવા લાગી હતી અને શર્મિલા કોલેજ પૂર્ણ કરવા માંગતી હતી.
ચિત્રાએ કહ્યું, ‘શર્મિલા દરેક ભોજન પહેલાં રડી પડતી. તે જાણતી હતી કે અમને પણ આની અસર થઈ છે, તેથી અમારી સામે રડતી નહીં. અમે ધ્યાન રાખતા કે તે ક્યારેય એકલી ન પડે. અમારામાંથી એક હંમેશા તેની સાથે રહેતું. એપ્રિલમાં આવનારી તેની કોલેજની પરીક્ષાઓની તૈયારી કરી રહી હતી, અમે ખુશ હતા કે બધું થાય પડી રહ્યું છે…’