
જેમ દરેક ઋતુનું એક વિશેષ મહત્ત્વ હોય છે તેમ દરેક ઋતુનું આગવું સૌંદર્ય હોય છે. એમાંય ચોમાસામાં વરસતા વરસાદનું સૌંદર્ય અને વરસાદ બંધ થયા બાદ મેઘધનુષનું સૌંદર્ય ખૂબ જ આકર્ષક અને આહ્લાદક હોય છે. એમાંય વળી જો મેઘધનુષ ડુંગર પ્રદેશમાં દેખાય તો એનું સૌંદર્ય અદ્ભુત હોય છે. એને જોવું પછી એક લ્હાવો બની જાય છે. ગુજરાતના કાશ્મીર ગણાતા કવાંટ તાલુકાના આંબા ડુંગર પર જ્યારે મેઘધનુષી સપ્તરંગી પટ્ટો આકાશમાં છવાયો હતો ત્યારે પ્રકૃતિનું અદ્ભુત દૃશ્ય કેમેરામાં કેદ થઈ ગયું હતું જે પ્રસ્તુત તસવીરમાં દૃશ્યમાન થાય છે. આ સાત રંગો કે જેને ટૂંકમાં ‘જાની વાલી પીનાલા’ કહેવાય છે. “જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળોે, નારંગી અને લાલ રંગ એમ સપ્ત રંગોથી બનેલું હોય છે મેઘધનુષ. આ સૌંદર્યનો રસ પીનારા પણ નસીબદાર છે. (તસવીર : હસન ખત્રી, ડભોઈ)