છાણી તળાવની સેફ્ટી વોલમાં ગાબડા પડતા ભ્રષ્ટાચારની ગંધ

 

(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.૨૦
શહેરના ઉત્તર સીમાડે આવેલા છાણી ગામના તળાવના બ્યુટિફિકેશન કામગીરી ચાલે રહી છે અને ત્યાં જ તળાવની ચારે તરફ બની રહેલી સેફ્ટી વોલમાં જ ગાબડા પડતાં તેની કામગીરી સામે શંકાની સોય ચીંધાઈ છે. છાણી ગામના તળાવને ઊંડું કરી અને તેને ટુરિસ્ટ સ્પોટ બનાવવા બ્યૂટિફિકેશનની કામગીરીનું ખાતમુહૂર્ત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના હસ્તે કરાયું હતું. વડોદરાના સૌથી મોટા તળાવ તરીકે સ્થાન પામતા છાણી તળાવનું બ્યૂટિફિકેશન કોરોના અને આર્થિક સંકટ વચ્ચે પણ ચાલી રહ્યું છે. છાણી તળાવની ચારે બાજુ સેફ્ટી વોલમાં ગાબડા પડતા ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. આ મામલે શહેર કોંગ્રેસના મહામંત્રી જિતેન્દ્ર સોલંકી (પપ્પુ) અને વોર્ડ બેના પ્રમુખ હરીશ પટેલે જણાવ્યું હતું કે, તાત્કાલિક ધોરણે આ કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરો અને નહીં તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરાશે. સ્થાયી સમિતિના અધ્યક્ષ સતીશ પટેલે જણાવ્યું કે, તળાવની આજુબાજુ પાણીનો ભરાવો થયો હોવાના કારણે જે ગાબડા પડ્યા હશે તેના પુરાણની કોન્ટ્રાક્ટર પાસે કામગીરી કરાવાશે. તેમણે કામગીરીમાં હલકી ગુણવત્તાના આક્ષેપો નકારી કાઢ્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks