છેલ્લા ર૪ કલાકમાં નવા ૧ર૭ર કેસ અને ૧૭ દર્દીઓના મોત સાથે રાજ્યમાં કોરોનાનો આંક ૯પ હજારને પાર, ૩ હજારથી વધુ લોકો મોતને ભેટ્યા

• રાજ્યમાં આજદિન સુધી ૯પ,૧પપ કેસ અને ૩૦૦૮ મોત નોંધાયા જ્યારે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની કુલ સંખ્યા ૭૬,૭પ૭ થઈ • રાજ્યમાં વધુ ૧૦૯પ દર્દીઓ સાજા થતા સાજા થવાનો દર ૮૦.૬૭ ટકા પહોંચ્યો • અમદાવાદમાં કુલ ૩૧,૩૪૬ અને સુરતમાં ર૦,૪૧૧ કેસ

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૩૦
ગુજરાતમાં દિન પ્રતિ દિન કોરોનાના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. જો કે રાજ્ય સરકારના દાવા મુજબ ટેસ્ટિંગની સંખ્યા વધારવામાં આવતા કેસોનો આંક મોટો લાગે છે. આજરોજ રાજ્યમાં નવા ૧ર૭ર કેસો નોંધાવાની સાથે કુલ આંક ૯પ હજારને પાર કરી ૯પ૧પપ નોંધાયો છે. જ્યારે છેલ્લા ર૪ કલાકમાં ૧૭ દર્દીઓ કોરોના સામેનો જંગ હારી જતા કુલ મૃત્યુઆંક ૩ હજારને પાર કરી ૩૦૦૮ પહોંચી ગયો છે.
રાહતના સમાચાર એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર ૮૦.૬૭ ટકા છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં દરરોજ ટેસ્ટની સંખ્યા વધારવામાં આવી રહી છે. ત્યાં જ આજે રાજ્યમાં ૬૯,૪૮૮ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
કોરોનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે સુરત કોર્પોરેશન ૧૭૪, અમદાવાદ કોર્પોરેશન ૧૪૬, વડોદરા કોર્પોરેશન ૯૩, જામનગર કોર્પોરેશન ૮૭, રાજકોટ કોર્પોરેશન ૮૩, સુરત ૮૩, રાજકોટ ૩૬, ભાવનગર કોર્પોરેશન ૩૫, પંચમહાલ ૩૫, વડોદરા ૩૫, ભાવનગર ૩૩, ભરૂચ ૩૦, કચ્છ ૨૬, ગાંધીનગર ૨૫, ગાંધીનગર કોર્પોરેશન ૨૪, અમદાવાદ ૨૩, મોરબી ૨૩, અમરેલી ૨૧, જામનગર ૧૯, બનાસકાંઠા ૧૮, સુરેન્દ્રનગર ૧૮, દાહોદ ૧૭, મહેસાણા ૧૭, જુનાગઢ કોર્પોરેશન ૧૬, પાટણ ૧૫, દેવભૂમિ દ્વારકા ૧૪, જુનાગઢ ૧૪, ગીર સોમનાથ ૧૩, ખેડા ૧૨, આણંદ ૧૧, અરવલ્લી ૧૧, નવસારી ૧૧, સાબરકાંઠા ૧૦, છોટા ઉદેપુર ૮, મહીસાગર ૮, બોટાદ ૭, વલસાડ ૬, નર્મદા ૫, ડાંગ ૪, તાપી ૪, પોરબંદર ૨ કેસો મળી કુલ ૧૨૭૨ કેસો મળ્યા છે. આરોગ્ય વિભાગની યાદીમાં જણાવ્યા મુજબ વિતેલા ૨૪ કલાકમાં અમદાવાદ કોર્પોરેશન ૪, સુરત કોર્પોરેશન ૩, ભાવનગર ૨, સુરત ૨, અમરેલી ૧, બનાસકાંઠા ૧, જામનગર ૧, સાબરકાંઠા ૧, વડોદરા ૧, વડોદરા કોર્પોરેશન ૧ કુલ ૧૭ વ્યક્તિએ દમ તોડયો હતો.
અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદમાં કુલ ૧૪૬ નવા કેસ મળી કુલ ૩૧૩૪૬ કેસો નોંધાઈ ચૂક્યા છે. જ્યારે નવા ૪ મોત સાથે કુલ મૃત્યુઆંક ૧૭૧૩ પહોંચી ગયો છે. જ્યારે સુરત શહેરના કેસો જોઈએ તો નવા ૧૭૪ મળી કુલ કેસો ર૦૪૧૧ સુધી પહોંચી ગયા છે. જ્યારે ૩ લોકોનાં મોત નિપજવાની સાથે આજદિન સુધી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા ૬ર૮ સુધી પહોંચી ગઈ છે.
રાજ્યના અત્યાર સુધીના કેસો મૃત્યુ અને ડિસ્ચાર્જની વિગત જોઈએ તો કુલ ૯પ૧પપ કેસો નોંધાયા છે. ૭૬૭પ૭ દર્દીઓ સાજા થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જ્યારે હાલ વિવિધ હોસ્પિટલમાં ૧પ૩૦૬ દર્દીઓ સ્ટેબલ હાલતમાં અને ૮૪ વેન્ટીલેટર પર મળી કુલ ૧પ૩૯૦ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

 

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks